શું ગુજરાતમાં સ્લિપર સેલ એકિટવ છે? ગુજરાતમાં ફરી એક વખત જેહાદી ષડયંત્રની ગંધ આવી

કિશન ભરવાડની (Kishan Bharwad) હત્યાના (Murder) પડઘા આખા ગુજરાતમાં (Gujarat) ગુંજી રહ્યાં છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghvi) દેખરેખ હેઠળ આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. કેસમાં (Case) એક નવો વળાંક આવી રહ્યો છે કારણ કે હવે આ કેસ હવે ધંધૂકાથી અમદાવાદ થઈને મુંબઈ અને દિલ્હી સુધી પહોંચી ગયો છે. આ કેસમાં પાકિસ્તાન કનેક્શનની સાથે સાથે સ્લીપર સેલ એક્ટિવ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેસમાં પાકિસ્તાન ફિલ્મ સંગઠનોએ પણ મદદ કરી હોય એવી જાણકારી મળી આવી છે.

આ કેસમાં અત્યાર સુધીમાં શબ્બીર,ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમરગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા મળીને કુલ 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આ ઉપરાંત આ ધટના સાથે બીજા અન્ય લોકો પણ સંકળાયેલા હોવાની પુષ્ટી પોલીસ દ્વારા મળી છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં સ્લીપર સેલ એક્ટિવ હોય તેવી સ્થિતિ ફરી થઇ હોવાનું સાબિત થયું છે. આ માટે નેશનલ એજન્સીના અધિકારીઓએ પણ અનેક નંબર સ્કેનિગમાં મુક્યાં છે આ સાથે પોતાના સોર્સ એક્ટિવ કર્યા છે.

કિશન ભરવાડ કેસની તપાસ ગુજરાત ATS દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાં ફરી એક વખત જેહાદી ષડયંત્રની ગંધ આવી રહી છે. ગુજરાતમાં યુવાનોના બ્રેઇન વોશ કરીને જેહાદના નામે આતંકી પ્રવૃત્તિ કરવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા છે એવું તપાસ દરમ્યાન જાણકારી મળી છે. એક પછી એક મૌલવીઓની ધરપકડ બાદ કેટલાક સંગઠનો દ્વારા ગુજરાતની શાંતિને ખરાબ કરવાનો પ્રયાસ થયો હોવાનું તપાસ એજન્સીઓ માની રહી છે. કિશન ભરવાડની આ હત્યા માટે દેશભરના અલગ-અલગ વિસ્તારોના લોકોએ આખુ ષડયંત્ર રચ્યું હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ હત્યા માટે બે યુવકના બ્રેનવોશ કરવામાં આવ્યા હતા. આ માટે તેઓને અમદાવાદના મૌલવીએ હથિયાર સહિત આર્થિક મદદ અને ટીપ આપી હતી. અમદાવાદના મૌલવીને હથિયાર આપનાર અજીમ સમાની મોરબીના મિતાણા ગામ પાસેથી ધરપકડ કરવામાં આવી છે.

આજકાલ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર સર્ચ, સોશિયલ મીડિયા મારફતે ડિજિટલ જેહાદનો પગ પેસારો થઈ રહ્યો હોવાની પણ માહિતી મળી આવી છે. યુવાનોનું બ્રેનવોશ કરવા પાકિસ્તાની મૌલાનાએ સોશિયલ મીડિયા પર ભાષણ પણ મુક્યા છે.

Most Popular

To Top