તંત્ર બહેરું : નવસારીમાં ફરિયાદીઓની લાઈન લાગી છતાં નિરાકાણ નહીં આવતા લોકોમાં રોષ

નવસારી : નવસારી (Navsari) -વિજલપોર (vijalpore) પાલિકાના હેલ્પલાઇન નંબર ઉપર લોકોએ ફરિયાદોની લાઈનો લગાવી છે. પરંતુ પાલિકાના (Municipality) કર્મચારીઓ દ્વારા સમસ્યાનું (Problem) નિરાકણ નહીં લાવવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ પાલિકા વિસ્તારમાં સમસ્યાઓની ભરમાર હોવાનું માલુમ પડ્યું છે.

રાજ્ય સરકારે વિજલપોર નગરપાલિકા અને નવસારીની આજુબાજુના ૮ ગામોને નવસારી નગરપાલિકામાં સમાવી નવસારી-વિજલપોર સંયુક્ત નગરપાલિકા બનાવવામાં આવી હતી. જેના પગલે પાલિકાની હદમાં વધારો થયો હતો. નગરપાલિકા વોર્ડ પ્રમાણે પણ વિસ્તાર વધી ગયા છે. જેથી સમસ્યાઓમાં પણ વધારો થયો હતો. જેના પગલે રોજ-રોજ લોકો તેમની સમસ્યાઓના નિવારણ માટે પાલિકામાં આવતા હોય છે. પરંતુ સમય વીતી જવા છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ આવતું ન હોય.

ત્યારે લોકોની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા એક ફરિયાદ નિવારણ નંબર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં લોકો તે નંબર ઉપર ફરિયાદ અને ફોટા મોકલી વોટ્સએપ દ્વારા મોકલતા હતા. જોકે શરૂઆતમાં પાલિકાના કર્મચારીઓ દ્વારા તે સમસ્યાઓને ધ્યાનમાં લઈ તાત્કાલિક સમસ્યાનું નિવારણ લાવતા હતા. પરંતુ હાલમાં પાલિકા વિસ્તારમાં ઘણા લોકો ડ્રેનેજની, પાણીની, લાઈટની તેમજ અન્ય સમસ્યાઓ મુદ્દે ફરિયાદ નિવારણ નંબર ઉપર ફરિયાદ કરતા હતા. પરંતુ ઘણો સમય વીતી જવા છતાં પણ સમસ્યાનું નિવારણ આવતું ન હતું. જેના પગલે ફરિયાદ નિવારણ નંબર સામે લોકોએ ફરિયાદ કરી રહ્યા છે.

ફરિયાદોને ધ્યાને લઈ નિવારણ કરવામાં આવશે : ચીફ ઓફિસર
નવસારી : નવસારી-વિજલપોર નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, લોકોની સમસ્યા પાલિકા સુધી તરત પહોચે તે માટે પાલિકા દ્વારા ફરિયાદ નિવારણ નંબર જાહેર કર્યો હતો. જેમાં લોકો દ્વારા કરવામાં આવતી ફરિયાદો મળી હતી. જેને ધ્યાને લઈ પાલિકાના કર્મચારીઓ સમસ્યાનું નિરાકરણ કરતા હતા. હાલમાં પણ લોકો દ્વારા ફરિયાદો કરવામાં આવી છે. જે ફરિયાદોને ધ્યાને લઈ નિવારણ કરવામાં આવશે.

Most Popular

To Top