ધરમપુર: (Dharampur) ધરમપુરના લેડી વિલ્સન હીલ મ્યુઝિયમ ખાતે ગાર્ડનમાં સ્થપાયેલી સૂર્યવંશી રાજા મોહન દેવજીની (King Mohan Devji) પ્રતિમા પ્રત્યે લોકોની શ્રધ્ધા આજે પણ અકબંધ છે. કારણ કે, રાજા મોહન દેવજીની પ્રતિમાના ડાબા પગના અંગુઠાને જો ગર્ભવતી મહિલા (Pregnant Woman) ધોઈને એનું પાણી પીવે તો એેને નોર્મલ ડિલિવરી થાય છે, એવી માન્યતા આજે પણ પ્રવર્તે છે.
- ધરમપુરના સૂર્યવંશી રાજા મોહનદેવ પ્રત્યે લોકોને આજે પણ અતૂટ શ્રધ્ધા
- રાજાની પ્રતિમાના ડાબા પગના અંગુઠાને સર્ગભા યુવતી ધોઈને આ પાણી પીએ તો ડિલીવરી નોર્મલ થાય તેવ પ્રબળ માન્યતા
રાજા મોહન દેવજી સૂર્યવંશી રાજા હતા. તેમના અવસાન બાદ ઈસ 1921માં પારસી બાવા મનચેરજી તાતાના હસ્તે મહારાજા મોહન દેવજીની પ્રતિમાનું અનાવણ કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના લોકો સારો વરસાદ પડે એ માટે માવલી માતા પાસે પુજા અર્ચના કરે છે. ત્યાર બાદ મહારાજા મોહન દેવજી પાસે આવી ફુલહાર પહેરાવી વરસાદ સારો પડે એ માટે પ્રાર્થના કરે છે. ઉપરાંત ગર્ભવતી મહિલાને ડિલિવરીમાં તકલીફ પડે ત્યારે મહિલા મહારાજાની પ્રતિમાના ડાબા પગના અંગુઠાને પાણીથી ધોઈને પીવે છે. જેથી મહિલાને નોમૅલ ડિલિવરી થતી હોય છે. એવી માન્યતા છે. અહીંના આદિવાસી લોકોને મહારાજા મોહન દેવજી પર અતૂટ શ્રધ્ધા છે. ધરમપુરના રાજા મોહન દેવજી સૂર્યના ઉપાસક હતાં, તેમને ધર્મ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. તેઓ દિવસે સૂર્યના દર્શન કર્યા વિના કયારેય ભોજન કરતા નહિં. રાજા મોહન દેવજી ખંભાત ખાતે નવાબને ત્યાં રોકાયા હતાં.
દશ દિવસ સૂર્ય નહીં નીકળતા મહારાજા ફકત ફળ પર જ રહ્યા બાદ પૂજા કરતાં સૂર્યના દર્શન થયા
રાજાએ દશ દિવસ સુધી ઉપવાસ રાખ્યો હતો, પરતું દશ દિવસ સુધી સૂર્ય નહીં નીકળતા મહારાજા ફકત ફળ પર જ જીવ્યા હતાં. જેથી રાજા પોતાના શુદ્ધ કરી પીતાંબર પહેરીને નવાબના નિવાસસ્થાને પટાંગણમાં ખુરશી પર બેસી ગયા હતાં. જ્યારે મહારાણા બેઠા હતાં સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા, અચાનક આકાશમાં કાળા વાદળો દેખાયા પછી ધોધમાર વરસાદ પડ્યો હતો. બાદમાં અચાનક વરસાદના ટીપા બંધ થવા માંડ્યા અને આકાશમાંથી કાળા વાદળો છુટાં પડ્યા પછી સૂર્યના દર્શન થતાં મહારાજા મોહન દેવજીએ ઉપવાસ છોડ્યો હતો. આમ આજે પણ ધરમપુરના રાજવી મોહન દેવજીને સૂર્યવંશી રાજા તરીકે ઓળખવામાં આવે છે.