અપરાધીને મત જ ન આપો

સમાજવાદી પાર્ટીના ઉમેદવારોના ગુન્હાઇત ભૂતકાળ સામે આંગળી ચીંધનારા ભાજપે ઉત્તરપ્રદેશમાં ચૂંટણીમાં ઉભા રહેનારા ઉમેદવારોની અત્યાર સુધીમાં જે યાદી જાહેર કરી છે તેમાં પચ્ચીસ ઉમેદવારો એવા છે કે જેમની સામે કોઇને કોઇ ક્રિમિનલ કેસ દાખલ છે. હકીકતમાં દેશના તમામ રાજકીય પક્ષો જયારે ચૂંટણી આવે છે ત્યારે ઉમેદવાર ગુન્હાઇત ભૂતકાળ ધરાવે છે કે કેમ ? તે જોવાને બદલે ઉમેદવાર ચૂંટાઇ આવશે કે કેમ ? તેના ઉપર વધુ ફોકસ કરી ટિકિટ આપતા હોય છે. આના કારણે જ રાજકીય પક્ષો ક્રિમીનલ કેસો સામનો કરી રહ્યા હોય એવા ઉમેદવારોને પણ ચૂંટણીમાં ઉભા રાખે છે. મતદારો એજ આવા દાગી ઉમેદવારોની સામે જાગૃત બની તેમને ચૂંટવા જોઇએ નહીં. આવા ઉમેદવારોને મતદારો જાકારો આપશે તો રાજકીય પક્ષો આવા ઉમેદવારોને ફરીથી ચૂંટણીમાં ટિકીટ આપતા પહેલા વિચારશે.
પાલનપુર  – મહેશ વી. વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top