સુરત ડાયમંડ બુર્સની ઓફિસો માટે ઉંચો ભાવ બોલાયો, પ્રથમ ઓકશનમાં જ ડાયમંડ બુર્સની બાકી રહેલી તમામ ઓફિસો પણ વેચાઈ ગઈ

ખજોદ ડ્રિમ સિટી પ્રોજેક્ટના (Dream City Project) ભાગ સ્વરૂપે સાકાર થયેલા વિશ્વના (World) સૌથી મોટા સુરત ડાયમંડ બુર્સમાં (Surat Diamond Burs) આવેલી 4500 ઓફિસો (Office) પૈકી 30 ઓફિસ વણ વેચાયેલી રહેતા આજે આ ઓફિસના વેચાણ માટે ઈ-ઓક્શન (E-Auction) રાખવામાં આવ્યું હતું. જેમાં સુરત, મુંબઇ,અમદાવાદ, ભાવનગર, અમરેલી, પાલનપુર, ડીસા અને રાજકોટથી મોટી સંખ્યમાં બાયર્સ ઓક્શનમાં જોડાયા હતા. બાયર્સની સંખ્યા વધુ હોવાથી સુરત ડાયમંડ બુર્સ કમિટીને પ્રતિ સ્કવેર ફિટ 30,800નો મહત્તમ ભાવ મળ્યો હતો.

સુરત ડાયમંડ બુર્સ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા બુર્સના ચેરમેન વલ્લભ લાખાણી અને કમિટી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બુર્સનું ઉદ્ધાટન કરવામાં આવશે. બુર્સનું 85 ટકા કામ પૂર્ણ થયું છે.15 ટકા કામ બેથી ત્રણ મહીનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણી એ પત્રકારોને જણાવ્યું હતું બુર્સનીની પ્રત્યેક એક ઓફિસના વેચાણ માટે પ્રતિ સ્ક્વેર ફૂટ રૂપિયા 25,250નો એવરેજ ભાવ મળ્યો છે. નીતા ડાયમંડ કંપનીના માલિક હરેશભાઈ દ્વારા આ ભાવે કેટલીક ઓફિસની ખરીદી કરવામાં આવી હતી. અન્ય એક બીજી ઓફિસનું 27500 રૂપિયાની કિંમતે વેચાણ થયુ છે. GST સાથે પ્રતિ સ્કવેર ફિટ 30, 800ની સર્વાધિક કિંમત થાય છે.

હીરા ઉદ્યોગકાર નિલેશ બોડકીએ જણાવ્યું હતું કે ડાયમંડ બુર્સના ઇ-ઓક્શનમાં કુલ 30 ઓફિસનું આજે વેચાણ થયું છે. મોટી સંખ્યામાં બાયર્સની
ઇ-ઓક્શનમાં હાજરી અને ઊંચી કિંમતમાં ખરીદી દર્શાવે છે કે સુરત ડાયમંડ બુર્સની કોમર્શિયલ વેલ્યુ આગામી દિવસોમાં વધશે અને હીરાનો અહીં ધૂમ વેપાર

  • સુરતમાં ડાયમંડ બુર્સ શરૂ થશે ત્યાર બાદ હીરાના ઉદ્યોગકારો મુંબઇથી સુરત આવશે
  • ગેટથી ઓફિસ સુધી 3 મિનિટમાં પહોંચી શકાય એવું બુર્સનું માળખું
  • બુર્સમાં 128 લિફ્ટ મુકવામા આવશે જેમાં 5 ટાવરમાં તો લિફ્ટની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.
  • રોજનું 9 મહાકાય ક્રેઈન દ્વારા 6 હજારથી વધુ કારીગરો દ્વારા કુલ 10 હજાર બેગ સિમેન્ટનો ઉપયોગ કરી ડાયમંડ બુર્સનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
  • આ 9 બિલ્ડીંગો કોરીડોર એકમેકથી જોડાયેલા છે. જેના પેસેજમાં એક મીની પ્લેન પાર્ક કરી શકાય તેટલો મોટો કોરીડોર બનાવવામાં આવ્યો છે.

થશે.

2600 કરોડના ખર્ચે નિર્માણાધીન બુર્સમાં 4200 ઓફિસ, મુંબઈના બુર્સ કરતા બે ગણું મોટું..
બુર્સનું નિર્માણ ૨૬૦૦ કરોડથી વધુના ખર્ચે થયું છે. અહીં ૧૫ માળના ૯ બિલ્ડિંગમાં ૪૨૦૦ ઓફિસ બનાવવામાં આવી છે. 2017માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ કોરોનાકાળ વચ્ચે પણ સમયસર 3 વર્ષમાં તૈયાર થઈ જતાં વેપારીઓનો વિશ્વાસ વધ્યો છે. બીજી તરફ, મુંબઈ હીરા બુર્સમાં 2500 ઓફિસ છે, જેમાંથી અડધી સુરતના વેપારીઓની છે.

હીરા ઉદ્યોગ અગ્રણીઓના મતાનુસાર, ટ્રેડિંગ પર્પઝથી જે ઉદ્યોગકારો સુરતથી મુંબઈ સ્થળાંતર થયા છે. તે ફરી મુંબઈથી સુરત સ્થળાંતર થઈ જાય તેવી ખાતરી કરી છે. સુરતનો 1.50 લાખ કરોડનો જેમ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ વધીને સીધો 2.50 લાખ કરોડ પર પહોંચવાની સાથો-સાથ, 1 લાખ લોકોને સીધી રોજગારીનો લાભ મળશે. ટાવરના કેમ્પસની અંદર જ ફરવામાં આવે તો 22 કિમીનું અંતર થઇ જાય છે.

175 દેશોના વિદેશી બાયરો સુરત આવીને ડાયમંડની ખરીદી કરી શકે તે માટે આયોજન ચાલી રહ્યું છે. બુર્સ ધમધમતું થયા પછી જેમ્સ એન્ડ જવેલરીનો 2 લાખ કરોડનો વેપાર વધીને 4 લાખ કરોડ થશે. બુર્સમાં વિશાળ કસ્ટમ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે. બુર્સમાં 8000 રૂિપયા સ્કે.ફૂટના ભાવે ઓફિસ જેમણે અગાઉ બુકિંગ કરાવી હતી તેની સરખામણીમાં અત્યારે 20000 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે.

બુર્સના બાંધકામ પંચતત્વ થીમ પર કરવામાં આવ્યું છે.
અમેરિકાની સિક્યુરીટી સંસ્થા પેન્ટાગોન કરતાં પણ મોટા વિસ્તારમાં તૈયાર થઈ રહેલો ડાયમંડ બુર્સ સુરત માટે સૌથી મોટી આશા છે. કુલ 66 લાખ ચો.ફૂટમાં 11 માળના કુલ 9 ટાવરમાં 4200 જેટલી હીરા ઉદ્યોગકારોની ઓફિસ કાર્યરત થશે. અંતિમ તબક્કામાં પહોંચેલા બુર્સના બાંધકામ પંચતત્વ થીમ પર કરવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સના ગેટ થી કોઈ પણ વ્યક્તિ પોતાની ઓફિસમાં 3 થી 3.50 મિનિટમાં પહોંચી જાય તેવું ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર ડેવલોપ કરવામાં આવ્યું છે. વધુમાં અત્યાર સુધીમાં 41 લાખ કિલો સ્ટીલ અને 1 કરોડ 12 લાખ ક્યુબિક ફીટ કોંક્રીટનો ઉપયોગ થયો છે તેમજ 6 લાખ સ્કે.ફૂટ ગ્રેનાઈટ તથા 3 લાખ સ્કે. ફૂટ ગ્લાસનુ કામ સંપૂર્ણ થઈ ચૂક્યું છે. એટલું જ નહીં સુરત ડાયમંડ બુર્સ સુધી પહોંચવા માટે સુરતમાં મેટ્રોનું કામ શરૂ કરાયું છે. વરાછાથી સરસાણા સુધી પહેલાં ફેઝમાં મેટ્રો દોડશે.

Most Popular

To Top