નવી દિલ્હી: બે વર્ષ કરતા વધુ સમયથી વિશ્વને પોતાના અજગર ભરડામાં લેનાર કોરોના (Corona) મહામારી શાંત પડવાનું નામ લઈ રહી નથી. પહેલી બાદ બીજી અને હવે ત્રીજી લહેરમાં નવા નવા રૂપ ધારણ કરી કોરોનાનો વાયરસ (Virus) ત્રાટકી રહ્યો છે. છેલ્લાં બે-ત્રણ મહિનાથી ઓમિક્રોન (Omicron) નામનો વેરિઅન્ટ વિશ્વને (World) હેરાન કરી રહ્યો છે, હજુ આ વેરિએન્ટ (Variant) પર કાબુ મેળવાયો નથી ત્યાં તો કોરોનાનો નવો વેરિએન્ટ વિશ્વમાં તબાહી સર્જવા આવી ચૂક્યો હોવાના અહેવાલ સાંપડ્યા છે.
વાત એમ છે કે દક્ષિણ આફ્રિકામાં (South Africa) કોરોનાનો નવો વેરિએન્ટ દેખાયો છે. વૈજ્ઞાનિકો તેને NeoCov તરીકે સંબોધે છે. આ વેરિએન્ટ ડેલ્ટા (Delta) કરતા વધુ ઘાતક હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી આ વેરિએન્ટમાં મોતનો (Death) રેશિયો (Ratio) 3 પર 1 છે. મતલબ કે 3 દર્દીએ એક દર્દીનું (Patient) મોત થઈ રહ્યું છે.
અત્યાર સુધીની માહિતી અનુસાર, NeoCov માત્ર ઝડપથી ફેલાઈ જ નથી રહ્યો પરંતુ દર 3માંથી એક દર્દીનું મૃત્યુ પણ થાય છે. ચીનના (China) વૈજ્ઞાનિકોએ (Scientist) દક્ષિણ આફ્રિકામાં ઝડપથી ફેલાતા આ નવા વાયરસને શોધી કાઢ્યો છે. વુહાન યુનિવર્સિટી (Wuhan University) અને ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સની ઈન્સ્ટીટ્યુટ ઓફ બાયોફિઝિક્સના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ અનુસાર, NeoCov કોરોના વાયરસ PDF-2180-CoV સાથે સંબંધિત છે જે મનુષ્યોને સંક્રમિત કરી શકે છે. જો કે ચીનના આ અભ્યાસને હજુ સુધી કોઈ મોટી સંસ્થા દ્વારા માન્યતા આપવામાં આવી નથી.
NeoCoV ચામાચીડિયામાં જોવા મળે છે, જે પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાય છે
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે નવો કોરોના વાયરસ ‘નિયોકોવ’ દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં જોવા મળ્યો હતો, જે ટૂંક સમયમાં પ્રાણીઓમાં ફેલાય છે. અહીંથી તે હવે મનુષ્યોમાં ફેલાઈ રહ્યો છે. BioRxiv વેબસાઇટ પર પ્રીપ્રિન્ટ તરીકે પ્રકાશિત થયેલા અભ્યાસમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે વાયરસ ઝડપથી મનુષ્યોમાં ફેલાઈ શકે છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે ‘સાર્સ-કોવી-2 અથવા MERS કોવની સારવાર માટે ઉપયોગમાં લેવાતી એન્ટિબોડીઝ પણ આ ચેપ પર તટસ્થ સાબિત થઈ રહી છે.’