મરજી વિરૂદ્ધના લગ્નથી બચવા સગીરા સુરત આવી અને માસાના મિત્રએ જ દુષ્કર્મ આચર્યુ

સુરત: (Surat) ચીખલી ખાતે રહેતી સગીરાને પરિવારે તેની મરજી વિરુધ લગ્ન (Marriage) માટે દબાણ કરતા તે સુરત ભાગી આવી હતી. જ્યાં તેના માસાના મિત્રએ તેની સાથે દુષ્કર્મ (Rape) આચર્યું હતું. બાદમાં તેના બે મિત્રોના હવાલે કરતા તેમણે પણ વારાફરથી દુષ્કર્મ આચર્યું હતું. દોઢ વર્ષથી સગીરાનું શોષણ કરી મારઝુડ કરાતા સગીરાએ દોઢ વર્ષ બાદ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Police Complaint) નોંધાવી હતી. ડિંડોલી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

  • લગ્નના દબાણથી ચીખલીથી ભાગી આવેલી કિશોરી સાથે ડિંડોલીમાં ગેંગરેપ
  • માસાની સાથે નોકરી કરનાર યુવકે મદદના બહાને બળાત્કાર કર્યો
  • બાદમાં તેના બે મિત્રોના હવાલે કરતા પાંડેસરા અને ડિંડોલીમાં હવસ સંતોષી હતી

ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચીખલી ખાતે માસાના ઘરે રહેતી સગીરાને તેના માતા-પિતા તેની ઇચ્છા વિરુધ લગ્ન માટે દબાણ કરતા હતા. આ દરમિયાન સગીરાની તેના માસા સાથે નોકરી કરતા અને અવાર નવાર ઘરે આવતા સુરજસિંગ સત્યનરાયણસિંગ રાજપુત (રહે, આશીષનગર બમરોલી રોડ પાંડેસરા) સાથે મિત્રતા થઈ હતી. દોઢ વર્ષથી સુરજસિંગની મદદથી સુરત ભાગી આવી હતી. સુરજસિંગ સગીરાને તેના ઘરે લઈ ગયો હતો. ઘરે લઈ ગયા પછી તેની દાનત બગડતા તેને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને તેને પત્નીની જેમ રાખતો હતો. બાદમાં તેના બે મિત્રો વિમલેશ અને ચંદનના હવાલે કરતા તેમને પણ દુષ્કર્મ આચર્યું હતું.

સુરજસિંગ તેને મારમારતો હોવાથી તે ભાગીને ફર્નીચરની દુકાન ધરાવતા સંજયભાઇને મળી હતી. તેમણે સગીરાને સહારો આપી પોતાની દુકાનમાં કામે રાખી લીધી હતી. જોકે આ બાબતની જાણ સુરજસિંગને થતા તે સંજયભાઇના ઘરે સગીરાને મળવા જતા સમગ્ર હકીકત સામે આવી હતી. સગીરાએ સંજયભાઈને સમગ્ર હકીકત વર્ણવતા તેમની મદદથી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગેંગરેપની ફરિયાદ દાખલ કરી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

ચાની લારી પર આવતા બંને સંપર્કમાં આવ્યા હતા
સુરજસિંગે ડિંડોલી કરાડવા રોડ વિસ્તારમાં ચા-ની લારી શરુ કરી હતી. લારી ઉપર અવાર નવાર વિમલેશ પાઠક અને ચંદન ઝા ચા પીવા માટે આવતા હતા. તેમની સાથે મિત્રતા થયા બાદ સુરજસિંગે સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમના હવાલે કરી હતી.

Most Popular

To Top