તમે અમેરિકા હો યા કેન્યાનું આયોજન કરતા હો તો આ મુદ્દાઓ તમને ઘણા મૂંઝવ્યા હશે. એર ઈન્ડિયા અને ઘણી ઈન્ટરનેશનલ એરલાઈન્સ એટલે ઉત્તર અમેરિકામાં 5-G ઈન્ટરનેટ શરૂ થવાની એટલે તા. 19મી જાન્યુઆરીએ પોતાની આઠ ફલાઈટ રદ કરી. ભારતનાં સેંકડો પ્રવાસીઓને આશ્ચર્ય થયું ! સદનસીબે એક દિવસ પછી એર ઈન્ડિયાની ફલાઈટ ફરી શરૂ કરવાની જાહેરાત કરી. એટી એન્ડ ટી, વેરીઝોન વગેરે જેવી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓમાં મોટા વિમાનીય વિકો ફરતે 5-G શરૂ કરવામાં વિલંબ કરવાનો નિર્ણય કરતાં અંતે સામુહિક રીતે ફલાઈટ રદ કરવાની મોટી કટોકટી નિવારી શકાય. પણ તે આ સમસ્યાનો અંત આવી ગયો ? કદાચ નહીં. અમેરિકી સત્તાવાળાઓથી વિમાની મથકો ફરતે 5-G શરૂ કરવામાં વિલંબ કરવાના કરેલા કરાર એ કામચલાઉ ઉકેલ છે. મંત્રણા કરતા પક્ષકારો માટે કોઈ આખરી મુદ્દત છે કે નહીં તે સ્પષ્ટ નથી. આ ભયંકર સ્થિતિમાં નોંધપાત્ર સંખ્યામાં ઘણાં વિમાનોને ઉતરાણ કરવાની મંજૂરી નથી અપાઈ. આ મુદ્દા પર કોઈ કાયમી ઉકેલ હજી કઢાયો નથી.
સમસ્યા શું છે ?
વિમાન પરના રાડાર ઓલટી-મીટર્સ એવાં સાધનો છે જે વિમાન જમીનથી કેટલું ઊચું છે તે જાળવા રેડિયો તરંગોનો ઉપયોગ કરે છે. તે વ્યાપારી ધોરણે ઉડતા વિમાનો માટે ખરાબ હવામાનમાં ઉતરણ કરવા માટે આવશ્યક છે. સમસ્યાના મૂળમાં એ.ટી એન્ડ ટી. અને વેરિઝોને શરૂ કરેલી સી-બેન્ડ તરીકે ઓળખાતી 5-G ફ્રીકવન્સીઓ છે જે રડાર ઓલ્ટી મીટર દ્વારા વપરાતી ફ્રીકવન્સીની નજીક છે જે દખલની ચિંતા પેદા કરે છે. ફ્રીકવન્સીની સમસ્યા લાંબા સ્પષ્ટતા અને પહોળાં કદના બોઈંગ 777 વિમાનો પર અસર પાડતા જણાયું કે છેલ્લાં બે સપ્તાહથી રાડાર ઓલ્ટીમીટર ઉત્પાદકોએ દરેક રાડાર ઓલ્ટીમીટર કેટલું મજબૂત છે અને તે સક્રિય 5-G એન્ટેનાની નજીકથી પસાર થાય તેમ કામ કરી શકે કે નહી તેનું મૂલ્યાંકન કરવા વાયરલેસ કંપનીઓ પાસેથી માહિતી માંગી. ઓલ્ટીમીટર વિમાનના વિવિધ કોમ્પ્યુટરોને ઊંચાઈની માહિતી પૂરી પાડે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ 5-G તરંગો રેડિયો ઓલ્ટીમીટરની માહિતી પર આધાર રાખી ખરાબ હવામાન કે ઝાંખી દૃશ્યતામાં આપમેળે ઉતરાણ કરતા વિમાનોને અસર કરે છે. આ સમસ્યાને આપણે બરાબર સમજવાની કોશિષ કરવી પડશે. 5-G સેવાઓના પ્રસારણને વિમાનની કામગીરીને અસર કરવાની તેમની ક્ષમતાના હેવાલો છેલ્લા બે મહિનાથી બહાર પડી રહ્યા છે. પણ અમેરિકાના ઉડ્ડયન નિયંત્રણ વહીવટી તંત્ર – ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનનને આ મુદ્દાની છેક ડિસેમ્બર-2021માં ખબર પડી. તેમણે વિમાની મથક ફરતે 5-G સંચાલનની કામગીરીની સુરક્ષાની ખાતરી થઈ ત્યાં સુધી આ સવલતના પ્રારંભને વિલંબમાં મૂકવા માંગતુ હતું. એ જાણીતું છે કે અમેરિકી મોબાઈલ ઓપરેટરો છેલ્લા એક વર્ષથી 5-Gને કાર્યાન્વિત કરવા માંગતા હતા વિમાની ઉદ્યોગને પણ વર્ષોથી ખબર હતી કે 5-G આવે છે.
રેડિયો સ્પેક્ટ્રમ સંબંધી મુદ્દાઓ સાથે તમામ બાબતે સંકળાયેલ ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન અને ફેડરલ એવિયેશનલ એડમિનિસ્ટ્રેશન વચ્ચે ચાલતી સત્તાની સાઠમારીના ભાગરૂપ આ સમસ્યા સંકળાયેલ હોઈ શકે એમ નિષ્ણાતો કહે છે. ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશને બેન્ડ સ્પેક્ટ્રમ વાયરલેસ કંપનીઓને રૂ.8000 કરોડ એટલે કે 80 અબજ ડોલરની કિંમતે ગયા વર્ષે વેચી માર્યુ હતું. બંને સંસ્થાઓને ખબર હતી કે ઓલ્ટીમીટરની સમસ્યાઓના ઉકેલ લાવ્યા વગર 5-G કાર્યાન્વિત કરવામાં આવે તો વિમાની અકસ્માતો થાય જ પણ મોબાઇલ કંપનીઓએ વ્યાપક પણે આ જોખમોનો ઈન્કાર કર્યો હતો. આમ છતાં અાંતરરાષ્ટ્રીય એરલાઈન્સોએ 5-Gના પ્રારંભ પહેલા ફ્લાઈટો રદ કરવામાં આવી ત્યારે દરેક જણા ઉકેલ શોધવા માંડ્યાં.
એડમિનિસ્ટ્રેશને ઘણા વિમાનોમાં વપરાતા રેડિયો સાધનોને પ્રમાણપત્રો આપવા માંડ્યા પણ તેમાં મોટા તોતિંગ કદના બોઈંગ 711 જેવા વિમોનોનો સમાવેશ નથી થતો અને એર ઈન્ડિયા બોઈંગ -777નો ઉપયોગ કરે છે તેમાં બોઈંગ કંપનીએ એરલાઈન્સોને 777 પ્રકારના વિમાનો અમેરિકામાં અસરગ્રસ્ત વિમાની મથકોએ ઉપયોગ નહીં કરવાની સલાહ આપી અને ફ્લાઈટો ધડાધડ બંધ થવા માંડી. ખરેખર એડમિનિસ્ટ્રેશને 5-Gના જોખમ 50 વિમાની મથકોએ નોટીસો મૂકી અને પછી જણાવ્યું કે કેટલાંક પગલાં લેવાય 5-Gનું જોખમ ઘટે છે. આખરે 2021 જાન્યુઆરી એર ઇન્ડિયાએ તેની બોઈંગ 777 સેવા શરૂ કરી. છતાં પુરતાં પ્રમાણમાં ભયનો ખ્યાલ છે જ. જુદા જુદા દેશની વિમાની સેવાઓએ પોતાની ફ્લાઈટ રદ કરવા માંડી છે અને કાયમી ઉકેલની રાહ જૂએ છે. વિમાની સેવા લોકોની અવરજવરમાં સુરક્ષાનો વિષય છે અને આખી પરિસ્થિનો ક્યારે ઉકેલ આવશે તે તેનો સમય જ કહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.