નવદંપતિ લગ્ન કરી ધરે જાય તે પહેલા તે પહેલા જવુ પડયું પોલીસ સ્ટેશન

વલસાડ(Valsad) : વલસાડ શહેરમાં લગ્ન (Marriage) કરીને ઘરે જઈ રહેલા દંપતી તથા પાલિકાના માજી પ્રમુખ અને પાલિકાના સભ્યના પરિવારે નાઈટ કફ્ર્યુનો (Night Curfew) જાહેરનામાનો ભંગ કર્યો હોય એમની સામે પોલીસે (Police) જાહેરનામા ભંગની ફરિયાદ (Complaint) દાખલ કરી હતી. નવદંપતી ઘરે જાય એ પહેલાં જ એમણે પોલીસ મથકે જવું પડ્યું હતું.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં કોરોના (Corona) કેસમાં વધારો થતાં રાજ્ય સરકાર દ્વારા વલસાડ તથા વાપીમાં (Vapi) નાઇટ કફ્ર્યુ જાહેર કરાયો છે. વગર કામના લટાર મારતાં લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. દરમિયાન સોમવારે રાત્રે વલસાડના તરીયાવાડ મોટા પારસીવાડની પાછળ રહેતા મનોજ મંગુ પટેલના પુત્ર પિયુષના લગ્ન હતાં. પરિવારજનો અબ્રામા તડકેશ્વર વિસ્તારમાં જાન લઈને ગયા હતા. લગ્ન મુહૂર્ત મોડું હોય જેથી જાનને મોડી વિદાય કરાઈ હતી. શહેરમાં નાઇટ કરફયુ ચાલુ થઈ જતા રેલવે ઓવરબ્રિજ ઉપર પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે લગ્ન કરીને જાન સાથે પરત ફરી રહેલા નવદંપતીની કારને પોલીસે અટકાવી હતી. નવદંપતીની સાથે પાલિકાના માજી પ્રમુખ તથા પાલિકાના સભ્યનો પરિવાર કારમાં હોય પોલીસે તમામની કાર પોલીસ મથકે લઇ આવી હતી. નવદંપતી લગ્ન કરીને પોતાના ઘરે પરત ફરે એ પહેલા પોલીસ મથકે પહોંચી ગયા હતા. પોલીસે તમામની સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી હતી. જેમાં નવદંપતિ તથા પાલિકાના માજી પ્રમુખ અને પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.

તમામ કાગળ પોલીસ સ્ટેશનમાં આપ્યા હોવા છતાં અમને પોલીસ મથકે લઇ ગયા
માજી પાલિકા પ્રમુખ રાજુ મરચાં જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં તમામ કાગળિયા આપ્યા હોવા છતાં પોલીસે અમારા પર રહેમ કરી નથી. નવદંપતીને લગ્ન કરીને ઘરે જવાનું હોય તેઓને પોલીસ મથકે લઇ આવ્યા હતા, અમારી સામે ગુનો દાખલ કર્યો હતો. આ ઉપરાંત વલસાડ શહેરમાં નાઈટ કરફ્યૂમાં વગર કામે લટાર મારતા 36 જણા સામે સિટી પોલીસ મથકે જાહેર નામા ભંગની ફરિયાદ દાખલ કરાઈ છે.

Most Popular

To Top