મહામારી પછી ના સાંપ્રત સમયમાં આ કહેવત બરાબર લાગુ પડે છે. ત્રેવડ યાનિ ‘કરકસર ‘ એટલે કે જયારે વ્યકિત નો સારો સમય ચાલતો હોય ત્યારે કરવામાં આવેલી ‘બચત’ ત્રીજો ભાઈ બનીને કામ આવે છે. આ કોવિડ રોગચાળા દરમ્યાન સમાજના ઘણા બધા લોકો એ આવક અને રોજગારી ની બાબત માં ઘણું સહન કરવું પડ્યું છે. ઘણા બધા લોકો એ આપણા દેશમાં નોકરીઓ ગુમાવી છે, ઘણા લોકો એ વેપાર-ધંધા ની બાબતમાં ફટકા પડ્યા છે. ત્યારે અગાઉ કરેલી બચત જ કામ આવી હશે. આપણે નાનાં હતાં ત્યારે ‘ગલ્લા “માં બચત કરવા સિકકા નાંખતા. ગલ્લો ભરાય એટલે ખોલી તેને યોગ્ય માર્ગે વાપરતાં. ‘બચત ‘ જેવો શબ્દ કદાચ નવી પેઢી ના શબ્દ કોશ માં થી નીકળી ગયો છે. બીજું એ પણ ખરું કે ‘કરકસર અને કંજુસાઈ’ વચ્ચે પાતળી ભેદરેખા છે. ઘણાં પોતાની કંજુસાઈ ને ‘કરકસર ‘નું રૂપાળું નામ આપી દેતા હોય છે. પણ જેને માત્ર ગણવાના જ છે તે કંજૂસ નું ધન કાંકરા બરાબર છે. દરેક ગૃહિણી બચત કરતી હોય છે. આમ બચત નો મહિમા કોઈ પણ વ્યકિત માટે છે.
સુરત – વૈશાલી જી શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ત્રેવડ ત્રીજો ભાઈ છે
By
Posted on