આ પ્રશ્ન દેશ માટે અને સમાજ માટે પણ છે. પણ આજની વાત સરહદ પરથી આવતા આતંકી જેવા ડ્રગ્સ માફિયાઓની વાત છે. પાકિસ્તાનની નિતી ભારતને હેરાન કરવાની જ છે. 1965-1971 કારગીલ કે નાના મોટા છમકલતાં પાકિસ્તાન કરતું જ આવ્યું છે પણ એમાં એ સતત કાર્યુ જ છે પણ પછી વચ્ચેના ગાળામાં પાકિસ્તાન ગમે તેમ કરીને પણ ડ્રગ્સ, ચરસ, અફીણ, નશાયુક્ત પદાર્થો ચોરી છુપીથી અવાર-નવાર ભારતમાં ઘુસાડી આંતરિક રીતે ભારતને ખોખલું કરવા મચી રહ્યું હતું. ભારતને અને એના યુવાનોને આ રીતે ડ્રગ્સના બંધાણી બનાવી દેશને ખોખલો કરવાનો પ્રયાસ હતો.
પણ.. આજે પણ ગુજરાતના દરિયા કાંઠેથી કે રાજસ્થાન કે જમ્મે કાશ્મીરની સરહદો પરથી ઘણું ડ્રગ્સ ચોરી છુપીથી ઘુસાડવા પ્રયત્ન કરી આ રીતની ચાલ ચાલી છુપું યુધ્ધ કરી રહ્યું છે જે ભયજનક પણ છે. અત્યારના ઘણા ડ્રગ્સ ઘુસાડતા પકડાયા છે. પણ ક્યાંક ખૂણે ખાંચરે તો આ ચાલી જ રહ્યું છે. તેમા કચ્છ તરફ વધારે કિસ્સા બની રહ્યાં છે. ભારતમાં ડ્રગ્સ ઘુસાડી આ રીતે યુધ્ધ કરી રહ્યું છે. જે ભારતની પ્રજા માટે પણ ખતરનાક છે. એનો આપણા સૈનિકો કડક હાથે પગલા કે લડાઇ તો લડી જ રહ્યો છે પણ અત્યારે અત્યારે વધારે પ્રમાણમાં ડ્રગ્સનો મામલો વકરી રહ્યો છે. પહેલા પણ દુશ્મન દેશ આવું જ કરતો હતો. સરહદ પરના ગદ્દારો પાકિસ્તાન તરફી લોકોનો પણ સાથ મળતો હતો. સૌને યાદ હશે કે કસાબ અને એનો એના સાગરિતો ડ્રગ્સના શેતાનોની જેમ ગુજરાત દરિયા કાંઠેથી જ આવ્યો હતો. જેને આતંક ફેલાવી મુંબઇમા બસોથી ઉપર માણસોની કત્લ કરી હતી.
બધાને આપણે પતાવી દીધેલો પણ કસાબને ફાંસી અપાયેલી. વાત તો એમ છે કે આ ડ્રગ્સ આતંકીઓ અને હથિયાર ઘુસાડનારા આતંકીઓ કે છુપી રીતે સૈનિકોની છાપણી વાહનો પર એટેક કરી યેરિલા યુધ્ધ કરી રહ્યું છે. પાઠ ભણાવવાનો સમય પાકી ગયો છે. જિન્નાએ આ નાસુર ઊભુ કરેલું તે આજે ભારત માટે ખતરનાક છે. ડ્રગ્સ દિવસે ને દિવસે ક્યાંક ને ક્યાંકથી ભારતમાં ઘુસાડાય છે. તેમાં વળી સ્થાનિકો સરળતાથી કરે છે. સૌએ વિચારવા હોય છે. જેથી આ સખત રીતે પગલાં લેવા પણ જરૂરી છે. પાકિસ્તાનના આ નાસુરને જડમૂળથી ખતમ કરી દેવું જોઇએ.
સુરત – જયા રાણા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.