સમાજમાં પ્રત્યેક ઘર પરિવારના કોઇ શુભ પ્રસંગ આવતાં હોય મહૂરત પણ લેવાય ગયું હોય દરમિયાન સામે પક્ષે આપણા કોઇ સગાસંબંધીમાં સોસાયટીમાં અથવા મિત્રમંડળમાં અશુભ ઘટના બની હોય ત્યારે આપણા પરિવારના વડીલ વિશેષ મહિલા વર્ગ એવો આદેશ આપે છે કે હવે આપણાથી ત્યાં નહીં જવાય. પરંપરાથી ચાલી આવેલી આ એક જડ માન્યતા ઘર કરી ગઇ છે. સુધારાવાદી નર્મદનગરીમાં હવે આવી પુરાણી વિચારધારામાં બદલાવ લાવવો જરૂરી છે. સમયની પણ પુકાર છે. વહેમ દીલ નહીં રહેમદીલ બનો. શંકાકુશંકાથી હવે મુકત બનો. અંતિમયાત્રા અથવા પાથરણાની પવિત્ર વિધિમાં હાજરી આપવાથી કયા મુસીબતના પહાડ તૂટી પડે છે! રૂઢિચૂસ્ત પરિવાર ભલે એ માન્યતા વળગીને રહે અહીં એનાં કોઇ વિરોધ કરવાનો ઇરાદો નથી. દરેક વ્યકિત એની મરજીનો માલિક છે. અહીં એક મહત્ત્વની વાતની નોંધ લેવાનું મન થાય છે કે જૂની નવી પેઢીનો એક સમજદાર વર્ગ હવે પુરાણી માન્યતાથી દૂર રહે છે. એ લોકો વાજબી હાજરી પુરાવી વહેવાર નિભાવી જાણે છે. એનાથી અંતરઆત્માને ખુશી થાય છે. પરિવારમાં પણ બધા રાજી થયા. આ એક ચોકકસ નવો વિચાર છે છતાં આ પથ પર ચાલવાથી કોઇ નુકસાન નથી એ વાત પાકી.
સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પુરાણી વિચારધારામાં બદલાવ લાવવો જરૂરી
By
Posted on