આળસ અને પ્રમાદ આપણા લોહીમાં ભળી ગયા છે. ખાસ કરીને બહેનોને એવી કુટેવ પડી ગઈ છે કે કચરાગાડી જાય પછી કચરા પોટલીનો રસ્તા પર બાલ્કનીમાંથી ઘા કરે. આવી પોટલીની રાહ જોતા ભૂખ્યા કુતરા, ગાય પોટલીને ફેંદી નાખી આખે રસ્તે વેર વિખેર કચરાના રોજ દર્શન કરવા આપણી પ્રજા ટેવાઈ ગઈ છે. મનપાને ગાળો દેનાર પ્રજા પોતાની નૈતિક જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. પહેલા જ્યાં કચરાપેટીની ખાલી થયેલી જગ્યાની બાજુમાં, સોસાયટી અને શેરીની કામવાળી તેમજ અણસમજુ ગૃહિણીએને સ્વચ્છતાના પાઠ કોણ ભણાવશે? એક બાજુ કોરોનાના ત્રીજો વેવ પાછલે બારણે ધીમી ગતિએ પ્રવેશી રહ્યો છે, જેનો ભોગ તો આપણા કરતુતના કારણે જ, આપણે કોરોનાના અજગર ભરડાને નિમંત્રણ આપી રહ્યા છીએ.
અડાજણ – મીનાક્ષી શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
તો બીજો નંબર પણ નહીં આવે
By
Posted on