નવી દિલ્હી: દેશમાં કોરોનાના (corona) કેસ ઝડપથી વધી રહ્યા છે. દરરોજ નોંધાત કેસોની સંખ્યા સાડા ત્રણ લાખને વટાવી ચૂકી છે. આ વધતા કેસ પાછળનું કારણ કોરોના વાયરસનો (virus) નવો પ્રકાર ઓમિક્રોન છે. આ એક એવો પ્રકાર છે કે ચેપ ફેલાવવાની દ્રષ્ટિએ, ડેલ્ટા (Delta) વેરિઅન્ટ (variant) કરતાં વધુ ખતરનાક છે. જે દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટની સૌથી મોટી સમસ્યા એ છે કે તે એન્ટિબોડીઝને (Anybodies) સરળતાથી દૂર કરે છે. હવે કોરોના વાયરસના વધતા જતા કેસ (Case) માટે જવાબદાર ઓમિક્રોન વેરિઅન્ટને લઈને એક નવી વાત સામે આવી છે, જે ચિંતાજનક સાબિત થઈ શકે છે.
ઓમિક્રોન એક જ વ્યક્તિને કેટલી વાર ચેપ લગાવી શકે છે
કોરોના વાયરસના પ્રથમ અને બીજી લહેરમાં એક જ વ્યક્તિના બે વખત કોરોના ચેપ લાગયાના ઘણા કેસ સામે આવ્યા હતા. એવા પણ ઘણા કિસ્સા હતા જેમાં એક જ વ્યક્તિને બે વાર ડેલ્ટા ઈન્ફેક્શન થયું હતું. તો હવે પ્રશ્ન એ છે કે ઓમિક્રોન વેરિઅન્ટ વ્યક્તિને કેટલી વાર સંક્રમિત કરી શકે છે. એક અહેવાલ અનુસાર, ઓમિક્રોનમાં ફરીથી ચેપનું જોખમ ડેલ્ટા વેરિઅન્ટ કરતા 4 ગણું વધારે છે. આવી સ્થિતિમાં એક જ વ્યક્તિને 2 વખત ઓમિક્રોન ઈન્ફેક્શન (Omicron infection) થવાની શક્યતા સરળતાથી સર્જાઈ જાય છે. જે ઘાતકી સાબિત થઈ શકે છે.
નિષ્ણાતો અનુસાર ઓમિક્રોન એન્ટિબોડીઝ ડોઝ પર સહેલાયથી આક્રમણ કરી શકે છે જેના કારણે એન્ટીબોડીઝ દુર થાય છે અને તેના કારણે વ્યક્તિને ફરીથી ચેપ લાગી શકે છે. જેમણે રસીના બંને ડોઝ લીધા છે અથવા તેઓ પહેલાથી જ કોરોના અથવા ઓમિક્રોનથી સંક્રમિત છે. તેમણે પણ સાવચેતી રાખવી જરૂરી બને છે.
ઓમિક્રોન સામે રક્ષણ મેળવવાની આ રીતો છે
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર, ઓમિક્રોનથી બચવા માટે ઓછામાં ઓછું ઘરની બહાર નીકળવું તે સૌથી યોગ્ય છે. જ્યારે પણ તમે બહાર જાઓ ત્યારે ડબલ માસ્કનો ઉપયોગ કરો. હાથને વારંવાર સેનિટાઈઝ કરો. ખોરાક ખાતા પહેલા હાથ સાબુથી સારી રીતે ધોઈ લો. તમારી આંખો, મોં કે ચહેરાને તમારા હાથથી વારંવાર સ્પર્શ ન કરવાનો પ્રયાસ કરો.