સુરતના કતારગામ ઝોનમાં આઉટર રિંગરોડ પર 18 મીટરનો રસ્તો ખુલ્લો કરાયો

સુરત: (Surat) સુરતની ફરતે સાકાર થઇ રહેલા આઉટર રિંગરોડને (Outer Ring Road) ઝડપથી પુરો કરવા માટે મનપામાં સમાવિષ્ટ વિસ્તારોમાં ઝડપભેર કામગીરી થઇ રહી છે. ત્યારે કતારગામ ઝોન ધ્વારા આજરોજ ટી.પી. સ્કીમ નં. ૪૬ (ગોથાણ—ભરથાણા-કોસાડ-વરીયાવ) માં આઉટર રિંગરોડ ઇવા ઈન્ડસ્ટ્રીઝથી રેલવે ટ્રેક થઈ નવી પારડી સ્ટેટ હાઈવેને જોડતો ૧૮.૦૦ મી(૬૦.૦૦ ફુટ) નો ટી.પી. રસ્તો (TP Road)કે જેનું ક્ષેત્રફળ ૧૪૩૧૦.૦૦ ચો.મી. (૧,૫૩,૯૭૫.૦૦ ચો. ફુટ) નો પ્રત્યક્ષ કબ્જો મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

  • આઉટર રિંગરોડ પર ઇવા ઇન્ડ.થી પારડી સુધીનો 18 મીટરનો રસ્તો ખુલ્લો કરાયો
  • રસ્તાની આજુબાજુમાં ઘણી ઈન્ડસ્ટ્રિઝ હોવાને કારણે ટ્રાફિકજામની ભારે સમસ્યા થતી હતી

આ રસ્તાની આજુબાજુમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ હોવાથી ટ્રાફિક તેમજ વાહનવ્યવહારની અવર-જવરમાં વારંવાર ટ્રાફિકજામની સમસ્યા થતી હતી. પરંતુ હવે આ આઉટર રીંગરોડથી નવી પારડી સ્ટેટ હાઈવેને જોડતો લીંક રોડ ખુલ્લો થતા વાહન ચાલકોને રાહત થશે. અત્રે ઉલ્લખનીય છે કે આ રસ્તો ખુલ્લો કરવા માટે ઘણા સમયથી સ્થાનિક રહીશો, સ્થાનિક નગર સેવકો તેમજ રાજ્યકક્ષાના મંત્રીની પણ લેખિત રજુઆત હતી. તેથી આ રસ્તાની ઉપયોગિતાને ધ્યાનમાં લઈ અગ્રિમતાના રસ્તાનો પ્રત્યક્ષ કબ્જો મેળવવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જે સંભવત શનિવાર સાંજ સુધીમાં તમામ રસ્તો ખુલ્લો થઇ જશે.

ગેસકાંડને પગલે સચિન જીઆઇડીસીને ફરતે 14 કોતરો-ખાડી પર સીસીટીવી કેમેરા લાગશે
સુરત: સચિન જીઆઇડીસી નજીક આવેલી ઉન ખાડીમાં તા.6 જાન્યુઆરી 2022ના રોજ મળસ્કે મુંબઈની હાઈકેલ કંપનીનો કેમિકલ વેસ્ટ ઠાલવતી વખતે ઝેરી ગેસ ગૂંગડામણ થતાં નજીકમાં આવેલી વિશ્વપ્રેમ મિલન 6 કામદારોના મોત થયા હતા અને 23 કામદારોને ઝેરી ગેસની અસર થઈ હતી. આ ગેસકાંડમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અને રાજ્યના ચીફ સેક્રેટરીનાં અધ્યક્ષ સ્થાને બે કમિટી બનાવી છે. આ દરમ્યાન શુક્રવારે સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના બોર્ડ રૂમમાં સચિન ઇન્ડ. એસોસિએશન, ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન, સચિન કેમિકલ ઇન્ડ. એસો., સચિન ઇન્ડ. સોસાયટી સહિતના સંગઠનોની સંયુક્ત બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ત્રણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સોસાયટીના ડિરેક્ટર મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, સચિન જીઆઇડીસીને ફરતે આવેલી 14 જેટલી કોતરો-ખાડી પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ તમામ ક્રિટિકલ પોઇન્ટમાં રાત્રે વિઝ્યુઅલ રેકોર્ડ થઈ શકે એવા હાઈ વિઝ્યુલાઈઝ કેમેરાનો સંપૂર્ણ ખર્ચ સોસાયટી કરશે. જીઆઇડીસીમાં રાતે 12થી સવારે 7 વાગ્યા સુધી પાણી કે કોઈપણ પ્રકારના ટેન્કરોને પ્રવેશ અપાશે નહીં. તમામ એન્ટ્રી ગેટ પર બેરિયર લગાવી સિક્યોરિટી મુકવામાં આવશે. તે ઉપરાંત સચિન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં સામેલ ઉદ્યોગ સંગઠનોના 7 આગેવાનોની વિજિલન્સ કમિટી બનાવવામાં આવશે. જેમાં સચિન જીઆઇડીસી નોટિફાઇડ એરિયા ઓથોરીટીના એક અધિકારી, જીઆઇડીસી પોલીસના 1, સચિન ઇન્ડ.એસોના 1, સચિન ઇન્ફ્રાના 1, ગ્લોબ એનવાઇરોના 1, મહાવીર ઇકો પ્રા.લીના 1 અને કલર ટેક્સ કંપનીમાંથી 1 પ્રતિનિધિ મળી 7 આગેવાનોની વિજિલન્સ ટીમ આવા બનાવો ફરી ન બને તે માટે તકેદારી રાખશે.

Most Popular

To Top