ફરિયાદી જ આરોપી નીકળ્યો: સચીનના ગભરૂ ભરવાડે પાયોલિટીંગ કરી ઝેરી કેમિકલના ટેન્કરને ખાલી કરાવ્યું હતું

સુરત : (Surat) જહાંગીરપુરામાં કેમિકલ (Chemical) ટેન્કર (Tanker) ખાલી કરવાના કેસમાં પોલીસે (Police) સચીનમાં (Sachin) રહેતા ગભરૂ ભરવાડની ધરપકડ (Arrest) કરી હતી. આ ગભરૂ ભરવાડે ટેન્કરનું પાયલોટિંગ (Piloting) કરીને જ્યારે લોકો ભેગા થઇ ગયા ત્યારે પોતે જ ટેન્કરને પકડી પાડ્યાનું રટણ કરીને પોલીસ કંટ્રોલને (Police Control) જાણ કરી હોવાની વિગતો બહાર આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અંકલેશ્વર (Ankleshwar) અને દહેજની (Dahej) કંપનીઓમાંથી ઝેરી કેમિકલ (Toxic chemical) લાવીને તેને જહાંગીરપુરા અને ઓલપાડના વિવિધ ખાડીઓ તેમજ ખુલ્લા વિસ્તારમાં કેમિકલને છોડવામાં આવી રહ્યું હતું. ગત ઓગષ્ટ મહિનામાં જહાંગીરપુરા વિસ્તારમાં ટેન્કર ખાલી થઇ રહ્યું હતું ત્યારે લોકોએ હોબાળો કરી મુક્યો હતો. આ મામલે જહાંગીરપુરા પોલીસે પર્યાવરણને પ્રદૂષિત કરવાના મુદ્દે ગુનો નોંધ્યો હતો અને ટેન્કર ચાલક રાજેન્દ્ર પાલની ધરપકડ કરવામાં આવી હતી.

  • અંકલેશ્વર અને દહેજની કંપનીઓમાંથી ઝેરી કેમિકલ ટેન્કરમાં લાવી જહાંગીરપુરા-ઓલપાડની ખાડીઓમાં છોડાયું હતું
  • કેમિકલ ખાલી કરવાનું હતું તેના 15 દિવસ પહેલા ઘટના સ્થળની રેકી કરવામાં આવી હતી
  • સચીન જીઆઈડીસી પાસે રહેતા ગભરૂ ભરવાડની આ કેસમાં ધરપકડ કરાઈ, ફરિયાદ પણ તેણે જ કરી હતી

આ ડ્રાઇવરની પુછપરછમાં સચીન જીઆઇડીસી પાસે આગમ નવકાર રેસિડેન્સીમાં રહેતા ગભરૂ ભીમાભાઇ ભરવાડની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ગભરૂએ રાજેન્દ્ર પાલને દૂષિત પાણી ઠાલવવાનું કહ્યું હતું. આ ઉપરાંત જ્યારે કેમિકલ ખાલી કરવાનું હતું તેના 15 દિવસ પહેલા ઘટના સ્થળની રેકી કરવામાં આવી હતી. ત્યારબાદ ટેન્કરની સાથે જ કારમાં પાયલોટિંગ કરીને ટેન્કર ખાલી કરાયું હતું. આ દરમિયાન જ લોકોનું ટોળુ ભેગુ થઇ ગયું હતું અને હોબાળો મચ્યો હતો. ત્યારે ગભરૂએ જાતે જ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને તેઓએ ઝેરી કેમિકલ ઠાલવતા યુવકને પકડી પાડ્યો હોવાનું રટણ કર્યુ હતું. આ માલમ હાલ તો પોલીસે ગભરૂ ભરવાડની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો અગાઉ સચીન જીઆઈડીસીમાં ઝેરી કેમિકલ ખાડીમાં ઠાલવવાના લીધે 6 લોકોના મોત થયા છે. આ ઘટનાની રાજ્ય સરકાર અને પોલીસે ખૂબ જ ગંભીરતાથી નોંધ લીધી છે. અંકલેશ્વર, દહેજ અને છેક મુંબઈથી ઝેરી કેમિકલ સુરતની ખાડીઓમાં ઠાલવવા માટે આવી રહ્યું છે. સચીનના ઝેરી કેમિકલ કાંડમાં તપાસ ચાલી રહી છે.

ગેસકાંડને પગલે સચિન જીઆઇડીસીને ફરતે 14 કોતરો-ખાડી પર સીસીટીવી કેમેરા લાગશે
સુરત: સચિન જીઆઇડીસી નજીક આવેલી ઉન ખાડીમાં તા.6 જાન્યુઆરી 2022ના રોજ મળસ્કે મુંબઈની હાઈકેલ કંપનીનો કેમિકલ વેસ્ટ ઠાલવતી વખતે ઝેરી ગેસ ગૂંગડામણ થતાં નજીકમાં આવેલી વિશ્વપ્રેમ મિલન 6 કામદારોના મોત થયા હતા અને 23 કામદારોને ઝેરી ગેસની અસર થઈ હતી. આ ગેસકાંડમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અને રાજ્યના ચીફ સેક્રેટરીનાં અધ્યક્ષ સ્થાને બે કમિટી બનાવી છે. આ દરમ્યાન શુક્રવારે સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના બોર્ડ રૂમમાં સચિન ઇન્ડ. એસોસિએશન, ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન, સચિન કેમિકલ ઇન્ડ. એસો., સચિન ઇન્ડ. સોસાયટી સહિતના સંગઠનોની સંયુક્ત બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ત્રણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સોસાયટીના ડિરેક્ટર મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, સચિન જીઆઇડીસીને ફરતે આવેલી 14 જેટલી કોતરો-ખાડી પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ તમામ ક્રિટિકલ પોઇન્ટમાં રાત્રે વિઝ્યુઅલ રેકોર્ડ થઈ શકે એવા હાઈ વિઝ્યુલાઈઝ કેમેરાનો સંપૂર્ણ ખર્ચ સોસાયટી કરશે. જીઆઇડીસીમાં રાતે 12થી સવારે 7 વાગ્યા સુધી પાણી કે કોઈપણ પ્રકારના ટેન્કરોને પ્રવેશ અપાશે નહીં. તમામ એન્ટ્રી ગેટ પર બેરિયર લગાવી સિક્યોરિટી મુકવામાં આવશે. તે ઉપરાંત સચિન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં સામેલ ઉદ્યોગ સંગઠનોના 7 આગેવાનોની વિજિલન્સ કમિટી બનાવવામાં આવશે. જેમાં સચિન જીઆઇડીસી નોટિફાઇડ એરિયા ઓથોરીટીના એક અધિકારી, જીઆઇડીસી પોલીસના 1, સચિન ઇન્ડ.એસોના 1, સચિન ઇન્ફ્રાના 1, ગ્લોબ એનવાઇરોના 1, મહાવીર ઇકો પ્રા.લીના 1 અને કલર ટેક્સ કંપનીમાંથી 1 પ્રતિનિધિ મળી 7 આગેવાનોની વિજિલન્સ ટીમ આવા બનાવો ફરી ન બને તે માટે તકેદારી રાખશે.

Most Popular

To Top