અંક્લેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) ઈજનેર યુવાનને પોતાના વ્યવસાયની સાથે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીના (Wildlife photography) શોખ થકી વન્યજીવોને સમજવાનો અને તેમના વિશે માહિતી એકત્ર કરવાનો એક લાહવો મળ્યો છે, વિવિધ અભ્યારણોની મુલાકાત લઇને અનેક પક્ષીઓની છબીઓને યુવાન નીલ સરખેડીએ (Neil Sarkhedi) પોતાના કેમેરામાં (camera) કંડારી છે.
પ્રકૃતિપ્રેમ: બાળપણથી વન્યજીવો વિશે રસપ્રદ માહિતી જાણવા અને સમજવાનો શોખ નીલને આખરે પ્રકૃતિના ખોળે લઇ ગયો
અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતા નીલ કિશોર સરખેડીએ બીઈ મિકેનિકલ સુધીનો અભ્યાસ કર્યો છે, અને પિતા કિશોરભાઈના વ્યવસાયમાં જોડાઈને તેને ઉદ્યોગ સાહસિક તરીકેની કારકિર્દી પણ શરૂ કરી છે. જો કે, બાળપણથી વન્યજીવો વિશે રસપ્રદ માહિતી જાણવા અને સમજવાનો શોખ નીલને આખરે પ્રકૃતિના ખોળે લઇ ગયો છે. વધુમાં નીલ જણાવે છે કે, કોરોના મહામારીના કપરા સમયમાં જ્યારે લોકડાઉન હતું તે સમયે જુદી જુદી જાતિનાં અંદાજિત ૪૦ જેટલાં પક્ષીઓ જોવા મળ્યાં હતાં. કોઈ દુર્લભ પક્ષીની તસવીર ખેંચવી હોય તો ધૈર્ય રાખવું જરૂરી છે. કારણ કે, ક્યારેક કેમેરાની ક્લિક કરવાની હોય અને પક્ષી ઊડી જાય છે. ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરીને વિવિધ પક્ષીઓની તસવીરો ખેંચી છે.
નીલે ફોટોગ્રાફી ક્ષેત્રે પોતાના શોખને ચેતનવંતો રાખ્યો
નીલ જણાવે છે કે ભરૂચમાંથી એક દુર્લભ ઘૂવડની તસવીર તેણે કેમેરે કંડારી હતી. ટૂંકા કાનવાળું ઘૂવડ એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા સિવાય તમામ ખંડોમાં જોવા મળે છે. ફ્લેમિયસ યુરોપ, એશિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, કેરેબિયન, હવાઈ અને ગાલાપાગોસ ટાપુઓમાં પ્રજનન કરે છે. તે આંશિક રીતે સ્થળાંતર કરે છે, તેની શ્રેણીના ઉત્તરીય ભાગોમાંથી શિયાળામાં દક્ષિણ તરફ જાય છે. ટૂંકા કાનવાળું ઘૂવડ વધુ ઉંદરોની વસતીવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવા માટે જાણીતું છે. આ ઘૂવડ એ ૩૪-૪૩ સેમી (૧૩-૧૭ ઇંચ) લંબાઈ અને ૨૦૬-૪૭૫ ગ્રામ (૭.૩-૧૬.૮ ઔંસ) વજન ધરાવતું મધ્યમ કદનું ઘૂવડ છે. તેની મોટી આંખો, મોટું માથું, ટૂંકી ગરદન અને પહોળી પાંખો છે. તેનું બિલ ટૂંકું, મજબૂત, હૂક અને કાળું છે. તેનો પ્લમેજ બાંધેલી પૂંછડી અને પાંખો સાથે ભૂરા રંગનો ચપળ અને ભૂરા રંગનો હોય છે. તેની ફ્લાઇટ તેના અનિયમિત વિંગબીટ્સને કારણે લાક્ષણિક રીતે ફ્લોપી છે. ટૂંકા કાનવાળા ઘૂવડને ઊડતી વખતે ‘મોથ અથવા બેટ જેવા’ તરીકે પણ વર્ણવી શકાય છે. તેની પીળી-નારંગી આંખો દરેક આંખને ઘેરી લેતી કાળી વલયો દ્વારા એ ખૂબ જ સુંદર દેખાય છે. નીલે પક્ષીઓ ઉપરાંત અન્ય વન્યજીવોની તસવીરો કંડારીને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી ક્ષેત્રે પોતાના શોખને ચેતનવંતો રાખ્યો છે.