વડોદરા: છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલ સોખડા હરિધામ ની હિંસા મામલે પાંચ સંતો સહીત સેવકોએ પોલીસ મથકે હાજર થઇ શરણાગતિ સ્વીકારી હતી સેવકને માર મારવાના મામલે વિવાદ વધતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદના ૨૪ કલાકમાં જ સંતો અને સેવકો તાલુકા પોલીસ મથકે હાજર થઈ જતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી ત્યારે તમામના કોવીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે નેગેટિવ આવ્યા બાદ ધરપકડ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. હરીધામ સોખડાના સંતોનો આંતરિક વિવાદ વકર્યો છે હવે હરિધામના સંતોને પોલીસ સ્ટેશન જોવાનો વારો આવ્યો છે પૂજ્ય હરિપ્રસાદ સ્વામી દેવલોક પામ્યા તે પછી મંદિરની ગાદી કોને સોંપાશે તેને લઇને સંતોમાં જૂથ પડી ગયા છે જેમાં હરિધામ સોખડા મંદિરમાં સેવક અનુજ ચૌહાણને સંતો દ્વારા એકઠા થઇને માર મારવાનો વિડીયો વાયરલ થયા બાદ વાત વણસી હતી.
અનુજ ચૌહાણે સંતો અને સેવકો વિરૂદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રણવભાઇ આસોજ, મનહરભાઇ સોખડાવાળા, પ્રભુપ્રીય સ્વામી, હરી સ્મરણ સ્વામી, હરી સ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વામી સ્વરૂપ સ્વામી, વીરલ સ્વામી સામે ગુનો નોંધાયો હતો દરમ્યાન 5 સંતો અને 2 સેવકો પોતાની ખાનગી કારમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા હરિધામ ની હિંસા માં ગુનો દાખલ થતા સંતો અને સેવકોએ પોલીસ મથકમાં હાજર થઈ શરણાગતિ સ્વીકારી હતી ત્યારબાદ તાલુકા પોલીસે સમગ્ર બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સંતો-સેવકોને VIP ટ્રીટમેન્ટ
વડોદરા નજીક આવેલા સોખડા હરિધામ મંદિરમાં ચાલતા જૂથવાદનો વિવાદ વધ્યો છે પરિણામે સોખડાના સંતોને પોલીસ મથકના પગથિયાં ચઢવાનો વારો પણ આવ્યો હતો જોકે પોલીસ દ્વારા સંતોને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડયું છે આરોપી સંતો પોતાની ખાનગી કારમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા આમ તો ફરિયાદ બાદ આરોપીઓને પોલીસની ગાડીમાં લાવવામાં આવતા હોય છે પરંતુ સોખડા હરિધામ મંદિરની ચકચારી હિંસાના બનાવોમાં સંતો ખાનગી કારમાં પહોંચતા પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે પોલીસની આગળની કાર્યવાહી પર પણ સૌની મીટ મંડાઈ છે. સામાન્ય રીતે ફરિયાદ બાદ પોલીસની ગાડીમાં લાવવામાં આવતા હોય છે. ચકચારી મામલે હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
સમાધાન નહીં કરવા અનુજ ચૌહાણ અડગ
સોખડા હરિધામ મંદિર માં છેલ્લા પાંચ મહિનાથી સંતો વચ્ચે ચાલતા જૂથવાદનો વિવાદ છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે આજે સોખડાના સંતોને પોલીસ મથકમાં હાજર થવું પડ્યું હતું સેવક અનુજ ચૌહાણને માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહી વચ્ચે સમાધાન માટે પણ દરેક પ્રયાસો થયા હતા જોકે સેવક અનુજ ચૌહાણ સમાધાન નહીં કરવા માટે અડગ હોવાનું જાણવા મળ્યું છે અનુજ ચૌહાણનું કહેવું છે કે કાયદાથી જવાબ આપીશ સમાધાન કરીશ નહિ પોલીસ કાર્યવાહી સામે પણ સંતોષ વ્યક્ત કરતા જરૂર પડે પોલીસ રક્ષણ માગવાની પણ વાત કરી હતી