સાનિયા મિર્ઝાએ રેકેટ ખીંટીએ ટાંગી નિવૃત્તિ લીધી

ભારતીય (Indian) મહિલા ટેનિસ (Women Tennis) ખેલાડી સાનિયા મિર્ઝાએ (Saniya Mirza) બુધવારે (Wednesday) એવી જાહેરાત કરી હતી કે 2022ની સિઝન તેની અંતિમ સિઝન રહેશે, કારણકે હવે તેનું શરીર થાકી રહ્યું છે અને તેની અંદર દરરોજના પ્રેશર (Presure) માટે પહેલા જેવી ઉર્જા અને પ્રેરણા રહ્યા નથી. 35 વર્ષની સાનિયાએ માર્ચ 2019માં પુત્રના જન્મ (Birth) પછી ટેનિસમાં વાપસી કરી હતી, જો કે કોરોના (Corona) રોગચાળો તેની પ્રગતિ માટે અવરોધક બન્યો હતો. સાનિયા પોતાની જોડીદાર નાદિયા કિચનોક (Nadia Kitchenok) સાથે ઓસ્ટ્રેલિયન ઓપનની મહિલા ડબલ્સના પહેલા રાઉન્ડમાં હાર્યા પછી તેણે નિવૃત્તિ (Retirement) લેવાની જાહેરાત કરી હતી.

  • ઓસ્ટ્રેલિયન ઓપનના પહેલા રાઉન્ડમાં જ હાર્યા પછી સાનિયાએ કહ્યું હવે પહેલા જેવી એનર્જી નથી રહી
  • સાનિયા ડબલ્સમાં નંબર વન રહી છે
  • વિમેન્સ ડબલ્સમાં 6 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતી ચુકી છે

સાનિયાએ મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેના માટે મારી પાસે ઘણાં કારણો છે, આ એટલું સરળ નથી કે ચાલો હવે હું રમવાની નથી. મને એવું લાગી રહ્યું છે કે મને બહાર નીકળતા ઘણો સમય લાગી રહ્યો છે. મારો પુત્ર હજુ ત્રણ વર્ષનો છે અને તેની સાથે આટલો પ્રવાસ કરીને તેને જોખમમાં મુકી રહી હોવાનું મને લાગે છે. 19 વર્ષ પહેલા 2003માં ડેબ્યુ કરનારી સાનિયા ડબલ્સમાં નંબર વન બની હતી અને તેણે પોતાની કેરિયરમાં કુલ 6 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યા છે.

સાનિયાએ પરાજય બાદ નિવૃત્તિની જાહેરાત કરતાં જણાવ્યું કે, હું હાલમાં તો સપ્તાહ-દર સપ્તાહ ટેનિસ માટેની તૈયારી કરી રહી છું. પરંતુ આ વખતે આખી સિઝન રમી શકીશ કે નહે અંગે કંઈ કહી શકાય તેમ નથી. આ ઉપરાંત તેણે કહ્યું કે મને લાગે છે કે હું વધુ સારું રમી શકીશ પણ હવે શરીરનો જોઈએ તેવો સાથ મળી રહેતો નથી.

જણાવી દઈએ કે સાનિયા ૧૯ વર્ષની કારકિર્દી બાદ વિદાય લઈ રહી છે. તેણે વિમેન્સ ડબલ્સમાં ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપન તેમજ મિક્સ ડબલ્સમાં ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપન ટાઈટલ જીત્યા હતા. ૩૫ વર્ષની સાનિયા ભારતની સૌથી સફળ મહિલા ટેનિસ ખેલાડી છે.

Most Popular

To Top