ધર્મ ઝનૂન નહીં પરંતુ જીવન જીવવાની ચાવી શીખવે છે

ભારત દેશ અનેકવિધ જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય નો બનેલો છે. બાર ગામે બોલી બદલાઈ તેમ પ્રદેશ, પ્રદેશે પહેરવેશ, ભાષા અલગ અલગ બોલાઈ છે. બંધારણ મા દરેક ને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે. પરંતુ બંધારનની મર્યાદા મા રહી ને . આખરે તો કોઈપણ ધર્મ માનવીને ઝનૂન શીખવતો નથી ભાઈચારા ની ભાવના જ઼ માનવીને પ્રગતિના પંથે લઇ જવામાં મદદરૂપ બને છે. મંદિર મા જઈ ને પ્રાર્થના કરીએ, મસ્જિદમાં નમાઝ પઢીએ ચર્ચ, ગુરુદ્વારા, દેરાસર મા કેવા ભાવ સાથે જઈએ તે મહત્વનું છે.

દરેક મનુષ્ય લગભગ પોતાની માંગણીઓ પુરી થાય તે માટે ધર્મ સ્થાનોએ જાય ત્યારે એમ માની લઈએ તો પણ એક માનવી બીજા માનવી વગર જીવી શકે ખરો? ભગવાન, અલ્લાહ કે બીજા કોઈપણ પાસે દરેક માનવી તો સરખા જ઼ હોય, ભગવાન, અલ્લાહ ને તો માનવીના પ્રકારની ખબર હોઈ ખરી? માનવીના બધા વર્ગીકરણ, પ્રકાર તો માનવીએ જ઼ ઉભા કર્યા છે. એટલે જ઼ દરેક માનવીએ સમજવાની જરૂર છે કે શું ભગવાન, અલ્લાહ કોઈ એક નેસારા આશીર્વાદ અને બીજાને શ્રાપ આપશે?  ધર્મ તો માનવીને ઝનૂન શીખવતો નથી, તો પછી ઝનૂન માનવીમા કોણ પેદા કરે છે?

ધર્મ જીવન જીવવાનુ શીખવે છે અંદરોઅંદર લડાઈ ઝગડા ને સ્થાન જ઼ નથીદરેક ધર્મ, સંપ્રદાય ના લીધે રોજીરોટી મળી રહે છે પરંતુ માનવીના જીવન નો સંપૂર્ણ આધાર ધર્મ નથી, માનવીય અભિગમ મહત્વનો છે.બધાજ ધર્મ નુ અસ્તિત્વ ટકાવી રાખવા માટે દરેક માનવીમા જરૂરી છે માનવતા, કરુણા, દયા. પરંતુ વધુ પડતી ધાર્મિકતા અંધશ્રદ્ધા મા ન પરિવરતીત થવી જોઇએજો કે જો કે  બધા જ઼ ર્ધર્મસ્થાનો કુદરતી આપત્તી કે માનવસર્જિત આફતોમાં ભોજન પૂરું પાડવાની કે આરોગ્ય વિષયક સેવા બજાવે છે.આમ માનવીય અભિગમ ધર્મ કરતા ચડીયાતો છે એમ કહીએ તો ખોટુ નથી.
સુરત     – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top