સલાબતપુરા સ્થિત વલ્લભ જીવનની ચાલનું નિર્માણ 1925 માં શેઠશ્રી.વલ્લભરામ જીવનરામ (ખત્રી)એ કરાવ્યું હતું.12 ગાળાની ચાલ ₹.1000 ખર્ચે બની હતી.સળંગ 12 ગાળાનો કઠેરો(ગેલેરી) પણ દરેકના દાદર સ્વતંત્ર.એક માંથી બીજા ઘરમાં જવા માટે કઠેરા નો ઉપયોગ થતો.કઠેરો એટલે રમત ગમતનું મેદાન.દરેક ઘરોમાં મોટા મોટા કુટુંબો વસતા. હવે વાત ઉત્તરાયન ની, વલ્લભ જીવનની ચાલ નો ઉતરાયણ ના તહેવારની મજા જ કઇક અનેરી હતી.ચાલના પતરાનું ક્ષેત્રફળ 45×150 ફુટ.ઉત્તરાયન ના બે દિવસ પતરા પર મેળો જામતો.છોકરાઓ આ એક નાકેથી પેલા છેડા સુધી પતંગ ચગાવતા.વાંસ પર કાંટા લગાવી જંડુ બનાવી છોકરાઓ બેધડક પતરા પર પતંગો પકડવા દોડતા.તે સમયે પકડેલા પતંગો ચગાવવાની મજાજ કઈ અલગ હતી.
ઘણીવાર પતંગ પકડવા બાબતે મહાભારત પણ ખેલાતું.સવારે દરેક ઘરોમાં ચોળાની દાળ ના વડા બનતા તેની પતરા પર ઉજાણી ચાલતી.સાથે તલના લાડું અને બોર તો ખરાજ.તે સમયે છોકરાઓ સવારના 6 વાગ્યા માં પતરા પર ચઢી જતા.જે મોડી સાંજ સુધી પતંગ ચગાવવાની મજા માનતા.રાત્રે જાતે બનાવેલું કંદિર ચગાવતા. તે સમયે ખાવા પીવા કરતા તહેવારની મજા માનતા.પહેલા ના દિવસોમાં આજ ની જેમ ફાસ્ટફૂડ ની પાર્ટી થતી નહિ.આજે મોબાઈલ યુગમાં ઉત્સવનો ઉન્માદ ક્યાં રહ્યો છે.?આજે દરેક તહેવાર ખાણીપીણી પુરતા સીમિત રહી ગયા છે.હજુ પણ અમોને વલ્લભ જીવનની ચાલ ની ઉત્તરાયન યાદ આવે ત્યારે ,આમતેમ ભટકતું મન આનંદ અને પ્રફુલ્લિત થઈ જાય છે.આજે ચાલના ભલે મોટા ભાગના મકાનો પાકા બની ગયા છે પણ તે સમયનું મિત્ર મંડળ આજે જે.જે.યુવક મંડળ નામે વિવિધરચનાત્મક પ્રવૃત્તિઓ કરી સમાજમાં સુગંધ ફેલાવી રહયુ છે.
સુરત – કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.