ગુજરાત સરકાર હાલ પોલીસની ભરતીની કાર્યવાહી કરી રહેલ છે. જેમાં પુરૂષ ઉમેદવાર માટે પાંચ કિલોમીટરની દોડ રાખેલ છે જે વધારેમાં વધારે 25 મિનિટની સમયમર્યાદામાં પુરી કરવાની હોય છે. ભૂતકાળની ભરતીઓમાં આટલી લાંબી દોડ કયારેય રાખવામાં આવેલ નથી. ઉમેદવારો ઓછા કરવા માટે સરકાર ફકત દોડને જ વધારે મહત્વ આપી રહી છે. સરકારના આ કૃત્યથી હોંશિયાર અને ગુના ઉકેલવાની કુનેહ ધરાવતા ઉમેદવારો પોલીસમાં ભરતી થઇ શકશે નહીં. ગુજરાતના ઘણા નગરોમાં પ્રેકટીસ કરવા માટે મેદાનો હોતા નથી જેથી ઉમેદવારો પ્રેકટીસ કરી શકતા નથી. ગરીબ ઉમેદવારો કુપોષણના કારણે દોડી શકતા નથી. જેથી 50 થી 60 ટકા ઉમેદવારો દોડની પરીક્ષા પાસ કરી શકતા નથી જે એક હકીકત છે. પ્રથમ લેખિત પરીક્ષા જ લેવાવી જોઇએ. ત્યારબાદ જ દોડની પરીક્ષા હોવી જોઇએ અથવા દોડની પરીક્ષા ફકત બે કિલોમીટરની જ હોવી જોઇએ. સરકારના આવા અમાનવીય કૃત્યથી ઉમેદવારોને ખૂબ જ અન્યાય થઇ રહ્યો છે. ભારતના કોઇપણ રાજયમા પોલીસ ભરતીમાં આટલી લાંબી દોડની પરીક્ષા નથી તો ગુજરાતમાં કેમ? સરકાર આ અંગે તાત્કાલિક ફેરવિચારણા કરે.
અમદાવાદ – નબીબક્ષી મન્સુરી –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પોલીસની ભરતીમાં પાંચ કિ.મી.ની દોડ સરકારનું અમાનવીય કૃત્ય
By
Posted on