કોરોનાના લીધે સ્કૂલોને બંધ રાખવાનો કોઈ મતલબ નથી : વર્લ્ડ બેન્ક

નવી દિલ્હી: દેશમાં કોરોના (corona) મહામારીના (pandemic) કપરા સમયમાં સંક્રમણને અટકાવવા સ્કૂલોને બંધ (school closed) કરવી અતાર્કિક છે. કોરોનાકાળ દરમિયાન દુનિયાભરમાં પ્રતિબંધો લગાવામાં આવ્યો હતા. જેમાં બાળકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે શાળા પણ બંધ રાખવામાં આવી હતી. પરંતુ વર્લ્ડ બેન્કના (world bank group) શિક્ષણ નિયામક જેમી સાવેદ્રાએ (Jaime saavendra) કહ્યું કે સ્કૂલો બંધ રાખવી એ કંઈ ઉપાય નથી. અનેક દેશોમાં સ્કૂલો બંધ હોવા છતાં કોરોના સંક્રમણની અનેક લહેરો (third wave) આવી છે.

સાવેદ્રાની ટીમ કોરોના મહામારીની શરૂઆતથી કોરોનાની શિક્ષણ પર થતી અસર અંગે અભ્યાસ કરી રહી છે. સ્કૂલો શરૂ કરવા માટે તમામ બાળકોને વેક્સિન (vaccine) આપવાનો તર્ક પણ ખોટો અને અવ્યવહારિક છે. વધુમાં તેમણે કહ્યું કે સ્કૂલો બંધ છે અને બીજી તરફ રેસ્ટોરાં, બાર, હોટેલ અને શોપિંગ મોલ ખુલ્લા છે. આ કોઈ તર્ક નથી.

વિશ્વ બેંકના વૈશ્વિક શિક્ષણ નિયામક જેમી સાવેદ્રાના મત મુજબ મહામારીને જોતા સ્કૂલોને બંધ રાખવામાં હવે વ્યાજબી નથી. સાવેદ્રાની ટીમ શિક્ષણ ક્ષેત્ર પર કોરોનાની અસર પર અભ્યાસ કર્યો છે. અને તેમણે કહ્યું કે આ વાતના કોઈ પુરાવા નથી કે સ્કૂલોને ફરીથી ખોલવાથી કોરોનાના કોસમાં વૃદ્ધિ થઈ છે, અને સ્કૂલ સુરક્ષિત સ્થાને નથી. સાવેદ્રાએ કહ્યું કે બાળકોના રસીકરણ સુધી રાહ જોવાનો કોઈ મતલબ નથી, કારણ કે તેની પાછળ કોઈ વિજ્ઞાન નથી. વર્લ્ડ બેન્કના એક રિપોર્ટ અનુસાર સ્કૂલો ચાલુ રાખવાથી બાળકોમાં કોરના સંક્રમણનું જોખમ ખૂબ જ ઓછું રહે છે પણ તેની તુલનામાં બાળકોનું શિક્ષણને લઇને થતું નુકસાન વધારે છે.

રેસ્ટોરન્ટ, બાર અને શોપિંગ મોલને ખુલ્લા રાખવા અને સ્કૂલોને બંધ રાખવાનો કોઈ મતલબ નથી
સાવેદ્રાએ કહ્યું કે સ્કૂલ ખોલવા અને કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે કોઈ સંબંધ નથી. બન્નેને સાથે જોડવામાં કોઈ તર્ક નથી, અને હવે સ્કૂલોને બંધ રાખવામાં કોઈ ઓચિત્ય નથી. ભલે કોરોનાની નવી લહેર આવે, સ્કૂલોને બંધ કરવી એ અંતિમ ઉપાય હોવો જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે રેસ્ટોરન્ટ, બાર અને શોપિંગ મોલને ખુલ્લા રાખવા અને સ્કૂલોને બંધ રાખવાનો કોઈ મતલબ નથી.

70 ટકા બાળકોના અભ્યાસ પર અસર
વર્લ્ડ બેન્કના અભ્યાસ અનુસાર ગત બે વર્ષ દરમિયાન ભારતમાં સ્કૂલો બંધ થવાના કારણે 10 વર્ષ સુધીના 70% બાળકોની શીખવાની ક્ષમતા પર અસર થઈ છે. તેને બાળકોમાં લર્નિંગ પોવર્ટી કહેવાય છે,જેમાં 10 વર્ષ સુધીના બાળકોને સામાન્ય વાક્યોને પણ વાંચવા અને શીખવામાં મુશ્કેલી પડે છે.

સ્કૂલો બંધ થતા દેશની ઈકોનિમીને પણ નુકશાન
દેશમાં શાળાઓ બંધ થવાથી બાળકોના અભ્યાસ પર વધારે અસર થાય છે. ત્યારે વર્લ્ડ બેન્કના એક અનુમાન પ્રમાણે ભારતના અર્થતંત્ર પર પણ તેની અસર થઈ છે.જેથી દેશને આવનારા સમયમાં લગભગ 30 લાખ કરોડ રૂપિયાની ખોટ જવાની આશંકા છે. બાળકોના ભવિષ્યની કમાણી પર તેની વિપરિત અસર થાય છે.

સ્કૂલો બંધ થતા 30 કરોડ બાળકો પ્રભાવિત
યુનિસેફના ડિસેમ્બર 2021ના રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં લગભગ 100થી વધુ દેશોમાં સ્કૂલો કોરોના મહામારીના કારણે બંધ કરાઈ હતી, તે હવે ફરીથી શરૂ કરવામાં આવી છે. અમેરિકા, બ્રિટન, કેનેડા અને જાપાનમાં થયેલી એક રિસર્ચ અનુસાર સ્કૂલો શરૂ થવાથી સંક્રમણના ફેલાવા પર ખૂબ જ ઓછી અસર થાય છે. પરંતુ મેક્સિકો, ફિલિપાઇન્સ જેવા અમુક જ દેશોએ ઓમિક્રોનની લહેર દરમિયાન સ્કૂલો બંધ કરી દીધી છે. કોરોનાકાળમાં સ્કૂલો બંધ થવાથી દુનિયાભરમાં લગભગ 30 કરોડ બાળકો પ્રભાવિત થયા હતા.

Most Popular

To Top