કોને મળશે કોહલીની વિરાટની વિરાસત ? રોહિત શર્મા ઉપરાંત ટેસ્ટ કેપ્ટનશીપની રેસમાં આ બે નામ આગળ

વિરાટ કોહલીના (Virat Kohli) ટેસ્ટ મેચ (Test Match) કેપ્ટનશીપ છોડવાના નિર્ણયે સૌકોઈને આશ્ચર્યચકિત કરી દીઘા છે. હવે વિચારવા જેવી વાત એ છે કે ટેસ્ટમેચમાં નવો કેપ્ટન કોણ બનશે? રોહિતે કહ્યું હું હૈરાન છું…

મુંબઈ: સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ શનિવારે સાંજે અચાનક જ વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશિપ છોડી દેતા આશ્ચર્ય ફેલાયું છે. ટ્વેન્ટી-20, વન-ડે બાદ વિરાટ હવે ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન રહ્યો નથી. BCCI એ પણ વિરાટના કેપ્ટનશીપ છોડવાના નિર્ણયને સહજતાથી સ્વીકારી આભાર માનતી એક ટ્વીટ કરી વાત પર પૂર્ણવિરામ મુકી દીધું છે. વિરાટને મનાવવાના આ વખતે કોઈ પ્રયાસ કરાયા નથી. BCCI અગાઉ જ વન-ડે અને ટ્વેન્ટી-20માં રોહિત શર્માને કેપ્ટન જાહેર કરી ચૂકી છે, પરંતુ ટેસ્ટ ફોર્મેટમાં કોણ કેપ્ટન બનશે તે હજુ નક્કી થયું નથી.

  • ઈન્ડિયન ક્રિકેટ ટીમના કપ્તાનપદની રેસમાં રોહિત ઉપરાંત કે.એલ. રાહુલ અને ઋષભ પંતનું નામ ચર્ચામાં
  • ટેસ્ટ ટીમમાં રોહિત શર્માનું સ્થાન નિયમિત નહીં હોય ટેસ્ટની કેપ્ટનશિપ અન્ય કોઈ ખેલાડીને અપાય તેવી શક્યતા
  • સોશિયલ મીડિયા પર ક્રિકેટર્સના ફેન્સ દ્વારા રીતસરનું લોબિંગ શરૂ કરી દેવાયું

વિરાટે અચાનક કેપ્ટનશીપ પરથી રાજીનામું આપ્યું હોય ત્યારે હવે ટેસ્ટમાં કોણ કેપ્ટન બનશે અને કોહલીનો વિરાટ વારસો કોણ આગળ લઈ જશે તે વિશે સોશિયલ મીડિયામાં તરેહતરેહની અટકળો શરૂ થઈ છે. રોહિત શર્મા બે ફોર્મેટમાં કેપ્ટન છે ત્યારે શું ટેસ્ટમાં પણ તેને જ કેપ્ટન બનાવાશે કે પછી અન્ય કોઈ ખેલાડી પર કળશ ઢોળવામાં આવશે તેની ચર્ચા ઉઠી છે. રોહિત શર્મા ટેસ્ટનો રેગ્યુલર ખેલાડી નથી તેથી તેને કેપ્ટન બનાવાય કે નહીં તે અંગે નિર્ણય લેવાયો નથી. અજિંક્ય રહાણે ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો હોય તેની ટીમમાં જગ્યા નિશ્ચિત નથી ત્યારે તેને કેપ્ટન બનાવાય નહીં તે લગભગ નક્કી જ છે. આ પ્રવાહી પરિસ્થિતિમાં રોહિત ઉપરાંત બે નવયુવાન ખેલાડીઓના નામ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યાં છે.

વર્ષ 2015માં ઘોનીના (Dhoni) સન્યાસ બાદ કોહલીએ ટીમનું સુકાની પદ સંભાળયુ હતું. કોહલીની કેપ્ટનશીપના સમયમાં ટીમ ઈંડિયા દ્વારા જબરદસ્ત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેપ્ટન કોહલી દ્વારા પણ રનોની વર્ષા કરવામાં આવી હતી. ટેસ્ટમેય કેપ્ટન તરીકે તેણે સૌપ્રથમ મેચ 2014માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી જેમાં તેણે શતક મારી હતી. તેણે ભારત જ નહિ વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. 68 મેચોમાંથી તેણે 40 મેચો જીતી છે. મહત્વની વાત એ છે કે તેણે 40માંથી 16મેચ વિદેશના ગ્રાઉન્ડ ઉપર જીતી છે. આ ઉપરાંત તે સૌથી વઘુ મેચમાં કેપ્ટનશીપ નિભાવનાર ખેલાડી છે.

તમે સાચા લીડર, કોહલીના કેપ્ટનશીપ છોડવાના નિર્ણય ઉપર થઈ રહી છે ટિપ્પણી
એક તરફ કે જયાં વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમમાટેની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપી દીઘું છે. સાઉથ આફ્રિકામાં ટેસ્ટમેચ પત્યા બાદ તરત જ કોહલીએ આ રાજીનામુ જાહેર કરી દીઘું હતું. ત્યાં આ અંગે અન્ય દેશના ક્રકેટરો આ અંગે પોતાના અનુભવ ટ્વિટર ઉપર અભિવ્યકત કરી રહ્યા છે.

આ અંગે પાકિસ્તાનના પૂર્વ ક્રિક્ટર મોહમ્મદ આમીરે ટ્વિટ કરી જણાવ્યું છે કે મારા ભાઈ વિરાટ તમે જ મારા માટે તમે જ આજની પેઢીના સાચા લીડર છો. કારણ કે તમે યુવાઓ માટે પ્રેરણારૂપ છો. મેદાનમાં તેમજ મેદાનની બહાર તમે આજ રીતે રોક કરતા રહો. જણાવી દઈએ કે પાકિસ્તાની ક્રિકેટર ઉપરાંત બીજા અનેક વિદેશી ક્રિકેટરોએ કોહલીના આ નિર્ણય ઉપર અભિનંદન પાઠવ્યા છે. આ ઉપરાત મોહમ્મદને કોહલીએ બેટ ભેટ સ્વરૂપે આપ્યું હતું.

કોહલીના આ નિર્ણય અંગે રોહિતે ઈંસ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ શેર કરી જણવ્યું કે હું કોહલીના આ ટેસ્ટ મેચ છોડવાના નિર્ણયથી હેરાન છું, પરંતુ તેઓને એક કેપ્ટનના રૂપે ટેસ્ટ કરિયર માટે ખૂબ ખૂબ અભિનંદન, આગળના ભવિષ્ય માટે તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ.

RCBના CEO પ્રથમેશ મિશ્રાએ કહ્યું હતું કે વિરાટ કોહલી ખૂબ જ સારા ક્રિકેટર પૈકીનો એક છે. તેનું નેતૃત્વ કૌશલ અદભુત રહ્યું છે. અમે તેના નિર્ણયનું સન્માન અને સમર્થન કરી છીએ. કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ વિરાટ કોહલીને લઇને ટ્વિટ કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે વિરાટ કોહલી, વર્ષોથી તમને લાખો ક્રિકેટ ફેન્સના પ્રેમ મળતો રહ્યો છે.  ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ લખ્યું કે વિરાટ તમે માથુ ઉંચુ રાખીને જઇ શકો છો. કેપ્ટનના રૂપમાં તમે જે હાંસલ કર્યુ છે તે કેટલાક લોકો જ કરી શક્યા છે. 

Most Popular

To Top