છતરપુર: મધ્યપ્રદેશના (MP) છતરપુર જિલ્લામાં આરોગ્ય (Heath) વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. અહીં છતરપુર જિલ્લાના ગૌરી હરમાં રહેતી 60 વર્ષીય રામપ્યારી પટેલને કોરોના પોઝિટિવ (Corona positive) જાહેર કરવામાં આવી હતી અને તેમના ઘરને કન્ટેનમેન્ટ ઝોન (Containment zone) તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. કન્ટેનમેન્ટ એરિયાના પોસ્ટરો ઘરની બહાર અને આસપાસ લગાવવામાં આવ્યા હતા.
વૃદ્ધ મહિલા રામપ્યારી પટેલનું કહેવું છે કે છેલ્લા 5 મહિનાથી તે ન તો હોસ્પિટલમાં ગઈ છે કે ન તો તેણે કોઈ પ્રકારની તપાસ કરાવી છે. તેને સમજાતું નથી કે ટેસ્ટ વિના કોરોના પોઝિટિવનો રિપોર્ટ કેવી રીતે આવ્યો? તેનાથી વિપરીત આરોગ્ય વિભાગના સરકારી આંકડાઓ કહે છે કે રામપ્યારી પટેલ 5મીએ ગૌરીહર આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા અને તેમની કોવિડ-19 માટે તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના રેકોર્ડ મુજબ, આ કથિત ટેસ્ટમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેના ઘરને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
લોકોએ વાત કરવાનું બંધ કરી દીધું
રામપ્યારી પટેલ ગૌરીહરમાં કાચા મકાનમાં રહે છે. વૃદ્ધ મહિલા કહે છે કે જ્યારે તે જાગી તો તેણે જોયું કે લોકોએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું, તેની નજીક કોઈ આવતું ન હતું, આસપાસ કેટલાક પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. લોકોને પૂછવા પર મને ખબર પડી કે મને કોરોના વાયરસ નામની બિમારી થઈ છે.
5 મહિના પહેલા આંખના ચશ્મા માટે હોસ્પિટલમાં રામપ્યારી ગયા હતા
રામપ્યારી પટેલ કહે છે કે તે છેલ્લાં 5 મહિનાથી તેને કોઈ બિમારી થઈ નથી, તેથી તે એકેય વાર હોસ્પિટલ ગઈ નથી. 5 મહિના પહેલા આંખના ચશ્મા માટે હોસ્પિટલમાં ગઈ હતી, તે પછી આજ સુધી તેને કોઈ બીમારી થઈ નથી. જો કે, રામપ્યારી પટેલને ઓછું સંભળાય છે તેથી જ્યારે તેને ઘણી વખત પૂછવામાં આવ્યું ત્યારે તે વારંવાર એક જ જવાબ આપતી હતી કે તેને કોઈ રોગ નથી.
મેડિકલ ઓફિસર ડો એસ પ્રજાપતિ કહે છે કે આ બાબતની જાણ થતાં જ મેં સ્ટાફનો ઠપકો આપ્યો છે અને સમગ્ર કેસની તપાસ કરવા આદેશ કર્યા છે. આવી બેદરકારી ક્યાં અને કોના દ્વારા કરવામાં આવી છે તેની પણ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. ભલે આરોગ્ય વિભાગ હવે સંબંધિત મામલે પોતાનો ખુલાસો આપી રહ્યું છે, પરંતુ ખુદ આરોગ્ય વિભાગ અનેક પ્રશ્નોના ઘેરામાં છે. એક 60 વર્ષીય વૃદ્ધ મહિલા કે જે છેલ્લા ઘણા મહિનાઓથી બીમાર નથી કે હોસ્પિટલમાં પણ નથી, તો પછી તેના સેમ્પલ કેવી રીતે અને ક્યાં લેવામાં આવ્યા અને વૃદ્ધ મહિલા કેવી રીતે પોઝિટિવ આવી. આ તમામ પ્રશ્નોના જવાબ આરોગ્ય વિભાગ હજુ આપી શક્યું નથી.