Vadodara

૯ ડીગ્રી તાપમાન સાથે ઠંડા તેજ પવનની ગતિ વધતા ના છૂટકે લોકો ઘરમાં રહેવા મજબૂર

વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઠંડી એ ભારે જમાવટ કરી દીધી છે કોલ્ડવેવની અસરથી ગાત્રો થીજાવતી ઠંડીમાં શહેરીજનો ઠુંઠવાઈ રહ્યા છે તેમાંય ઠંડા પવનોની ગતિ વધતા લોકો નાછૂટકે ઘરમાં રહેવા મજબૂર થયા છે. મંગળવારે પણ લઘુત્તમ તાપમાનનો પારો 9 ડીગ્રી સિંગલ ડિઝિટમાં જ રહ્યો હતો જેને પગલે લોકોને ગરમ વસ્ત્રો તથા તાપણાના સહારે દિવસ પસાર કરવો પડ્યો હતો ત્યારે હજુ બે-ત્રણ દિવસ આવી જ ઠંડી પડશે તેવી પણ આગાહી વર્તાઈ રહી છે. ઉત્તરભારતમાં સતત હિમવર્ષાને પગલે શહેર-જિલ્લામાં ઠંડી એ પગ જમાવી લીધા છે આજે પણ લઘુત્તમ તાપમાનનો પારો સીંગલ ડીઝીટમાં રહ્યો હતો બીજી તરફ ઠંડા પવનો ફૂંકાઇ રહ્યાં છે.

જેના કારણે પણ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. તાપમાનનો પારો ગગડતાં શહેરીજનો ગરમ વસ્ત્રો અને આપણા ના સહારે ઠંડીથી બચવાના રાજ કરતા નજરે પડ્યા હતા. બીજી તરફ ઠંડીના કારણે ઘરે ધરે શરદી-ખાંસી અને સામાન્ય તાવના કેસોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બે દિવસ દરમિયાન વડોદરા સહિત રાજ્યના અનેક જિલ્લામાં ગાત્રો થિજાવતી ઠંડી પડવાની આગાહી પણ કરવામાં આવી છે.16મી જાન્યુઆરી સુધી રાજ્યમાં 10 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહેશે. એટલે કે, આ વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પણ કડકડતી ઠંડી પડવાની આગાહી છે.

Most Popular

To Top