નવી દિલ્હી: આપણે આપણી આસપાસ ઘણીવાર જોયું હશે કે લોકો જમીન (Land) માટે એકબીજા સાથે લડતા હોય છે. જમીનના વિવાદી કોર્ટ કેસ વર્ષો-વર્ષો ચાલતા રહે છે. જમીનના ટુકડા માટે બે દેશો વચ્ચે યુદ્ધ (land war) પણ થઈ જાય છે. જેમાંના કેટલાક ઉદાહરણો આપણી સામે જ છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ દેશ કે પછી કોઈ માણસ અથવા તો કોઈ સંસ્થા 2060 ચોરસ કિલોમીટર સુધીની વિશાળ જમીન પર દાવો કરવા ઈચ્છતા નથી. અમે વાત કરી રહ્યા છે આફ્રિકાની (Africa) એક એવી જમીનની જેના પર કોઈ દાવો કરવા માંગતું નથી.
પૃથ્વી પર એક એવી જગ્યા છે જેની પર કોઈ દેશ કે વ્યક્તિ પોતાનો દાવો કરતું નથી. ઇજિપ્ત અને સુદાનની બોર્ડર (Egypt and Sudan Border) પર આવેલા આ રણ વિસ્તાર 2060 વર્ગ કિલોમીટરમાં ફેલાયો છે અને તે બીર તવિલના (Bir Tawil No Mans Land in Afirca) નામથી ઓળખાય છે. આ વિસ્તારને લોકો લાવારિસ માને છે. કારણ કે સુદાન દ્વારા આ વિસ્તારનો સ્વીકાર કરાયો નથી જ્યારે બીજી તરફ ઇજિપ્ત પણ તેને પોતાનો વિસ્તાર માનતો નથી. વિશ્વનો અન્ય કોઈ દેશ પણ આ વિસ્તાર પર પોતાનો દાવો કરી રહ્યું નથી. તેથી તેને દુનિયાના નો મેન્સ લેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉજ્જડ રણમાં પાણી નહીં હોય અહીં કોઈ લાંબો સમય રહી શકતું નથી
તમને જણાવી દઈએ કે 1899માં ગ્રેટ બ્રિટને સુદાન (Sudan to Great Britain) અને ઈજિપ્તની સીમાઓ (Egypt border) નક્કી કરી હતી, પરંતુ તે દરમિયાન બંને દેશોએ આ જમીન પર પોતાનો અધિકાર માંગ્યો ન હતો. આ કારણથી તેને નો મેન્સ લેન્ડ કહેવામાં આવે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે બીર તાવીલ વિસ્તાર નિર્જન અને ત્યજી દેવાયેલો છે, શા માટે કોઈ દેશ તેના પર દાવો કરતું નથી. વાસ્તવમાં, લાલ સમુદ્રની નજીક સ્થિત આ જમીન પર એક રણ છે. જે એટલું ઉજ્જડ છે કે અહીં પાણી, વૃક્ષ કે પ્રાણીઓ નથી. અહીં ખૂબ જ ગરમ પવનો ફૂંકાય છે અને આ વિસ્તાર સંપૂર્ણપણે સૂકો છે. આ કારણે અહીંથી કોઈ પણ વ્યક્તિ રહેવું લગભગ અશક્ય છે.
આ ભારતીયએ પોતે આ ધરતીનો રાજા હોવાનો દાવો કર્યો હતો
કેટલાક સમયથી અલગ-અલગ દેશોના લોકોએ આ જમીન પર પોતાનું રાજ્ય બનાવવાનો અને તેમના નામે ટેક્સ લેવાનો દાવો કર્યો છે. 2014માં અમેરિકાથી એક વ્યક્તિ અહીં પોતાના દેશનો ધ્વજ લઈને આવ્યો હતો અને 2017માં ભારતના સુયશ દીક્ષિતે પણ આવું જ કર્યું હતું. તેણે આ જગ્યાને ‘કિંગડમ ઑફ દીક્ષિત’ નામ આપ્યું અને પોતાનો ધ્વજ લગાવ્યો હતો. જો કે આ બધી વસ્તુઓ લોકો માત્ર સોશિયલ મીડિયા માટે કરતા હતા. આજ સુધી આ જગ્યાએ કોઈ રહેતું નથી અને કોઈ તેનો દાવો કરતું નથી.