સુરત: (Surat) 6 વ્યક્તિના કરૂણ મોત (Death) સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) થયાં પછી વાસ્તવમાં પરદા પાછળ ડીસ્ટાફમાં કાર્યરત કોન્સ્ટેબલ (Constable) પંકજ સિંહને સિફ્ટાઈથી છોડી દેવાયો છે. જે ચર્ચા પોલીસ બેડામાં છેડાઈ છે. પાંચ વર્ષથી પંકજસિંહ સચીન જીઆઇડીસીમાં સરવે સરવા ગણાતો હતો. કયું કન્ટેનર (Container) ક્યારે નાખવાનું છે તે નિર્ણય પીઆઈને (PI) પણ અંધારામાં રાખવામાં આવતા હતા.
- કોન્સ્ટેબલ પંકજ અને રિક્ષા ચાલક રણવીર મારવાડીની જોડી કાળાં કામને અંજામ આપતી હોવાના ગ્રામવાસીઓના આક્ષેપ
- ટોચના અધિકારીઓના પકંજસિંહ પર હાથ હોવાની અને મહિને 50 લાખના હપ્તા લેવાતા હોવાની પોલીસ બેડામાં ચર્ચા
- પંકજ સિંહને કોઈ પણ તપાસ કર્યા વિના છોડી દેવાયો, જો તેના ફોનની ડિટેઈલ ચેક કરાય તો મોટો પર્દાફાશ થવાની શક્યતા
પંકજ અને રણવીર મારવાડી જે રિક્ષા ચાલક છે. આ બેની જોડી આ કારનામાને અંજામ આપતી હોવાના આક્ષેપ અગાઉ ગામવાસીઓ દ્વારા કરાયાં હતાં. મહિને ચાલીસથી ૫૦ લાખ રૂપિયાના હપ્તા પણ હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે. પંકજ પર ટોચના અધિકારીઓના હાથ હોવાની વાત છે. જે રીતે આ વિવાદિત કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી તે જોતાં સિફ્ટાઈથી આ વિવાદાસ્પદ કોન્સ્ટેબલને કોઈ તપાસ વગર છોડી દેવાયો છે. પોલીસ બેડામાં ચર્ચા છે કે પંકજના ફોનનું ક્રોસ ચેકિંગ કરવામાં આવે તો મોટો પર્દાફાશ થઇ શકે છે. પોલીસ કમિશનર અજય તોમરએ જણાવ્યું કે આ મામલે હજુ તપાસ ચાલુ છે. તેમાં હજુ આકરી કાર્યવાહી કરવામાં આવશે.
સીસીટીવી ફૂટેજ તપાસ કરાય તો ડી સ્ટાફ ભેરવાય તેવા પુરાવા હોવાની ચર્ચા
પોલિસ બેડામાં હાલમાં એવી વાર્તા ચર્ચાઈ રહી છે કે રણવીર તે પંકજના ઇશારે ઝેરીલા કન્ટેનરનું પાયલોટીંગ (Piloting) કરતો હતો. આ પ્રકરણમાં રણવીર અને પંકજને ક્લીનચિટ (CleanChit) આપી દેવાઈ છે. પોલિસ કમિશનર તોમર આ મામલે તપાસ તો (Inquiry) ચાલુ કરી છે પરંતુ ઉપરી અધિકારીઓ હાલમાં તો પંકજને બચાવી લીધો છે.
ગેસ દુર્ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે નિલેશ બહેરા અને મૈત્રિય વૈરાગીની ધરપકડ કરી
સચીન જીઆઈડીસી ખાતે બનેલી ગેસ દુર્ઘટનાની ઘટનામાં ક્રાઈમ બ્રાંચે ચાર આરોપીની ધરપકડ(Arrest) કરી હતી. તપાસનો ધમધમાટ ચાલતા ક્રાઈમ બ્રાંચે (Crime Branch) પકડાયેલા આરોપી આશિષ ગુપ્તાના બે ભાગીદારોની પણ ધરપકડ કરી વધારે પૂછપરછ હાથ ધરી છે.
શહેરના સચીન જીઆઈડીસી ખાતે બે દિવસ પહેલા બનેલી ઘટનામાં 6 કામદારોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાની ગૃહમંત્રીએ ગંભીરતાથી નોંધ લીધી હતી. ગઈકાલે આ ઘટનામાં પીઆઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયાં છે. તપાસનો ધમધમાટ ચાલતા ક્રાઈમ બ્રાંચે આ કેસમાં આશીષકુમાર ગુપ્તાના ભાગીદાર નિલેશ બહેરા અને મૈત્રિય વૈરાગીની ધરપકડ કરી છે. આશિષકુમાર દુધનાથ ગુપ્તા શ્વેતા ટ્રાન્સપોર્ટના નામથી રણોલી વડોદરા ખાતે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તથા ભાગીદારીમાં સંગમ એનવાયરો પ્રા.લિ. નામથી ઓફિસ ચલાવે છે. પરંતુ આ ઓફિસનું કામ અંકલેશ્વરથી ઓપરેટ કરવામાં આવતું હતું. તેની સાથેના બંને ભાગીદારોએ અત્યાર સુધી કઈ કઈ કંપની પાસેથી કેમિકલ લીધું છે અને કેટલા ટેન્કર ગેરકાયદે ખાડીમાં ઠાલવ્યા છે તેની તપાસ કરાશે. આ બંનેને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરતાં બંનેના 17મી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
પકડાયેલા બંને આરોપી કોરોના પોઝિટિવ આવ્યા
સચીન જીઆઈડીસી ખાતે ગેરકાયદે કેમિકલ ઠાલવવાના કેસમાં ક્રાઈમબ્રાંચે તપાસનો ગાળિયો કસાતા હવે એક પછી એક ધરપકડનો દોર શરૂ થયો છે. ત્યારે સચીન જીઆઈડીસીમાં કંપની ધરાવતા અને ખાડીમાં ગેરકાયદે કેમિકલ ઠાલવતા વધુ બે આરોપીઓને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા હતાં. વિજય ધીરુ ડોબરિયા (ઉ.વ.39, રહે., શ્યામ લકઝરી એપાર્ટમેન્ટ, વેસુ) અને સૌરભ પ્રવિણ ગાબાણી (ઉ.વ.36, રહે., સૌરભ સૌસાયટી, ટીજીબી સર્કલ નજીક, અડાજણ) ની ધરપકડ કરી નિયમ મુજબ પહેલા બંને આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. બંને આરોપીઓના રિપોર્ટ પોઝિટીવ આવતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બંને આરોપીઓને પોલીસ નજરકેદમાં સેમી ક્રિટીકલ આઇસીયુ વોર્ડ, કોવિડ બિલ્ડિંગમાં દાખલ કરાયા છે.