વ્યારા: વ્યારા સ્ટેશન રોડ (Vyara station road) ઉપર આવેલી આઇ.ડી.બી.આઇ બેંકના (Industrial Development Bank of India) એ.ટી.એમના (ATM) મશીનને પથ્થરથી તોડી ચોરી (theft) કરવાનો પ્રયાસ કરનાર અજાણ્યા ઇસમ વિરૂધ્ધ પોલીસે ફરિયાદ નોંધી તપાસ આરંભી છે. વ્યારા સ્ટેશન રોડ ઉપર ચોરીનો પ્રયાસ કરતા ચોર સીસીટીવીમાં (CCTV) દેખાતા પોલીસે ગતિચક્રમાન કર્યા.
વ્યારા આઈ.ડી.બી.આઈ બેંકમાં તા.૦૮ જાન્યુ.ના રોજ મળશ્કે 5.20થી 5.40 વાગ્યા દરમ્યાન આશરે ૨૦ થી ૩૦ વર્ષના એક અજાણ્યા શખ્સે એ.ટી.એમ મશીનનું ડિસ્પ્લે પથ્થર વડે તોડી, વોલ્ટ (તિજોરી) તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેને ચોરી કરવામાં સફળતાં મળી ન હતી.
આ ઘટના અંગે બ્રાંચ મેનેજર સોનલબેન નીલકુમાર ગામીત (ઉ.વ.૩૯ રહે. ગોરૈયા ફળીયુ વ્યારા તા.વ્યારા જી. તાપી)ને તેમની બેંકના બારડોલી શાખાના સિક્યુરીટી ગાર્ડ અરૂણમિશ્રાએ કરી હતી ને જણાવ્યું હતું “તમારા બેંકનુ એટીએમ તોડવામાં આવ્યું છે. પથ્થર અંદર પડેલા છે” તેવું કહેતા આ સોનલબેન બેંક ઉપર પહોંચી ગયા અને સીસીટીવી કેમેરાના ફુટેજો ચેક કરતા તેમાં ૨૦થી ૩૦ વર્ષનો ચોર એટીએમ તોડતાં નજરે પડ્યો હતો. આ ચોરીના પ્રયાસ અને એટીએમની નુકસાની અંગેની બ્રાંચ મેનેજરે પોલિસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બેંકના એટીએમ મશીન પાસે રાત્રી દરમિયાન કોઇ સિક્યુરીટીની સુવિધા ઉપલબ્ધ નથી. જેના કારણે ચોરને મશીન તોડવાની તક મળી હતી. આ અગાઉ પણ સુરતની બેંકમાં ચોરોએ સીસીટીવ કેમેરા પર બ્લેક સ્પ્રે મારી ચોરી કરી હતી.
સુરતની બેન્કમાં સીસીટીવી કેમેરા ઉપર બ્લેક સ્પ્રે મારી ગેસકટરથી એટીએમ કાપ્યું અને નવીનક્કોર નોટો ઉપાડી ગયા
પાંડેસરામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના (State Bank Of India) એટીએમને (ATM) અજાણ્યાઓએ ટાર્ગેટ કરીને ગેસકટરથી એટીએમ તોડી નાંખ્યુ હતુ અને રૂા. 31 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ગુરૂવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં પોલીસ પેટ્રોલીંગ ઉપર પણ અનેક સવાલો ઊભા થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરાના ગણેશ નગર પાસે આવેલા આંબેડકર ચોકમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ આવ્યું છે. આ એટીએમને ગુરૂવારે મોડી રાત્રે કેટલાક તસ્કરોએ ગેસકટરથી કાપી અંદરથી રૂા. 31 લાખની ચોરી કરી નાસી ગયા હતા.
બીજા દિવસે બેંકના કર્મચારીઓને ચોરીની જાણ થતાં એટીએમના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા પરંતુ તેમાં કશુ જોવા નહીં મળતા આખરે એટીએમનો રેકોર્ડ ચેક કરાયો હતો. જેમાં એટીએમમાં રૂા. 31 લાખની ચોરી થઇ હોવાની બહાર આવ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બીજી તરફ ગુરૂવારે મોડી રાત્રે એટીએમમાંથી તસ્કરો મોટો હાથ મારી જતાં પોલીસ પેટ્રોલીંગ ઉપર પણ અનેક સવાલો ઉઠ્યા છે. આ કામ કોઇ બહારની ગેંગ હોવાનું પોલીસનું અનુમાન છે.મુંબઇની મુખ્ય બ્રાન્ચથી એટીએમના સીસીટીવી ફૂટેજ તેમજ ઓડિયો રેકોડીંગ માંગાવી પોલીસે તપાસ આરંભી હતી.