SURAT

ઠંડીથી રાહત મેળવવા તગારામાં તાપણું કરવા બેસેલો સુરતનો પરિવાર દાઝ્યો, કાગળની જગ્યાએ ભૂલમાં આ વસ્તુ નાંખી દેતા બ્લાસ્ટ થયો હતો

સુરત: (Surat) અંબાજી રોડ પરના એક પરિવારે ઘરના વાડામાં શિયાળાની (Winter) ઠંડીમાં રાહત મેળવવા તાપણું (Heat) કર્યુ હતું. તે વેળાએ ભૂલથી તાપણામાં વાંદા મારવાનો સ્પ્રે (Spray) પડી જવાથી બ્લાસ્ટ (Blast) થયા બાદ આગનો (Fire) ભડકો થતા એક બાળક સહિત બે મહિલા દાઝી જતા અફરાતફરી મચી ગઇ હતી.

ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજી રોડ પરના નાની છીપવાડ શેરીમાં રવિવારની સાંજે છ વાગ્યાના અરસામાં એક ઘરના વાડામાં ઠંડીમાં રાહત મેળવવા એક તગારામાં તાપણું કરીને એક બાળક સહિત બે મહિલા તાપી રહ્યા હતા. દરમિયાન તાપણામાં કાગળ નાંખતી વેળાએ ભૂલથી વાંદા મારવાનો સ્પે તાપણામાં પડી જવાથી બ્લાસ્ટ થયા બાદ આગનો મોટો ભડકો થયો હતો અને આગ ફાટી નીકળી હતી.

આ ઘટનાની ઘાંચી શેરી ફાયર સ્ટેશનને જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટમાં જ કાબૂ મેળવ્યો હતો. આગમાં ઘરના બાથરૂમના દરવાજા, પ્લાસ્ટીકના ટબને નુકશાન થયું હતું. તાપણું કરી રહેલા 45 વર્ષીય જલ્પાબેન પ્રશાંતભાઇ આસ્માનવાલા, 50 વર્ષીય માલતીબેન બોરતે અને 1 વર્ષીય બાળક ધ્રુંવાશ પરમભાઇ જરીવાળાને આગની જ્વાળા લાગી જતા દાઝ્યા હતા. જ્યારે ધુ્ંવાશને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, શિયાળાની કડકડતી ઠંડીમાં લોકો તાપણું કરી તાપતા હોય છે. પરંતુ અમુક વખત આકસ્મિક રીતે તે દાઝી જતા હોય છે ત્યારે સાંજના સમયે તાપણું કરી તાપતી બે મહિલા અને એક બાળક દાઝી જતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

રાજ્યમાં ઠંડી વધી, સુરતમાં રવિવારની રાત સિઝનની સૌથી ઠંડી રાત રહી

રાજયમાં બે દિવસ માટે ઠંડીનો ચમકારો યથાવત રહેશે. કચ્ચના નલિયામાં એક સાથે 4 ડિગ્રી સુધી ઠંડીનો પારો નીચે ગગડી ગયો હતો. રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 9 ડિ.સે.,ગાંધીનગરમાં 7 ડિ.સે.,ડીસામાં 10 ડિ.સે.,વડોદરામાં 9 ડિ.સે.,સુરતમાં 16 ડિ.સે.,ભૂજમાં 12 ડિ.સે.,નલિયામાં 7 ડિ.સે.,અમરેલીમાં 9 ડિ.સે.,ભાવનગરમાં 12 ડિ.સે.,રાજકોટમાં 10 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 11 ડિ.સે.,લધુત્તમ તાપમાન નોંધાયુ છે.

Most Popular

To Top