SURAT

પિતાએ આ લત માટે પુત્રને રૂપિયા નહીં આપતા પુત્રએ એચઆઇવી ગ્રસ્ત પિતા પર કર્યો ચપ્પુથી હુમલો

સુરત(Surat) : પાંડેસરામાં (Pandesara) રહેતો યુવક દારૂની ખરાબ લતે લાગી ગયો હતો. પિતાએ (Father) દારૂના રૂપિયા આપવાની ના પાડી દેતા પુત્રએ (Son) એચઆઇવીગ્રસ્ત (HIV) બિમાર પિતાની ઉપર જ ચુપ્પુ (Knife) વડે હુમલો કરી દેતા ચકચાર મચી ગઇ હતી. ઇજાગ્રસ્ત પિતાને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલમાં (New Civil) લાવવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતા સુરેશભાઇ (નામ બદલ્યુ છે) એચઆઇવી જેવી ગંભીર બિમારીથી પીડાઇ રહ્યા છે. બીજી તરફ તેમનો પુત્ર નામે અંકિત (નામ બદલ્યુ છે) દારૂના રવાડે ચઢી ગયો છે. ઘરના સભ્યો મજૂરી કામ કરતા હોવા છતાં પણ તેઓની પાસેથી બળજબરી કરીને અંકિત રૂપિયા લઇ લેતો હતો અને દારૂ પી જતો હતો. ગુરૂવારે બપોરના સમયે સુરેશભાઇ ઘરે આરામ કરતા હતા. આ દરમિયાન અંકિતે દારૂ માટેના રૂપિયા માંગ્યા હતા. સુરેશભાઇએ રૂપિયા આપવાની ના પાડતા અંકિત ઉશ્કેરાયો હતો અને સુરેશભાઇની ઉપર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. આ દરમિયાન આજુબાજુના લોકો આવી જતા અંકિત ઘર છોડીને ક્યાંક જતો રહ્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં સુરેશભાઇને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં સુરેશભાઇની વાત સાંભળીને ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.

મહિધરપુરામાં યુવક પાસેથી 1.63 કરોડની લૂંટ કરનારા ત્રણ લૂંટારુ ઓલપાડ તરફ ભાગી છૂટ્યા

મહિધરપુરામાં યુવકને આંતરીને તેની પાસેથી રૂા. 1.63 કરોડની લૂંટ કરીને ત્રણ લૂંટારુઓ ઓલપાડ તરફ ભાગી છૂટ્યાની માહિતી મળી છે. આ ત્રણેય લૂંટારુઓને પકડવા માટે સુરતના ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તેમજ સ્થાનિક પોલીસે અલગ અલગ ટીમો બનાવી હોવાની વિગતો મળી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમરેલીના વેપારીએ સુરતના વરાછામાં રહેતા અને સોના-ચાંદીનો વેપાર કરતા વેપારી શરદભાઇ લક્ષ્મણભાઇ સોલંકરને 4.8 કિલો સોનુ વેચવા માટે આપ્યું હતું. આ સોનુ વેચવા માટે શરદભાઇ મહિધરપુરા કંસારા શેરીમાં મૂનસ્ટાર જ્વેલર્સમાં વેચવા માટે ગયા હતા. અહીં શરદભાઇએ સોનુ વેચતા રૂા. 1.63 કરોડ રોકડા આવ્યા હતા. આ રકમ લઇને શરદભાઇ તેમજ તેની સાથે દરબાર નામનો ઇસમ વરાછા જઇ રહ્યા હતા ત્યારે એક્ટીવા ઉપર આવેલા ત્રણ અજાણ્યાઓએ ચપ્પુની અણીએ બેગ લૂંટી લીધી હતી. અજાણ્યાઓ આ બેગ લૂંટીને લાલદરવાજા ભાગી છૂટ્યા હતા. આ મામલે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે લૂંટારુઓ કતારગામ રોડ ઉપરથી ઓલપાડ થઇને શહેર છોડી દીધુ હોવાની શંકા છે. ઓલપાડ રોડ સુધી આરોપીઓના ફૂટેજ જોવા મળ્યા હતા. આ મામલે સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ અલગ અલગ ટીમો બનાવી હોવાની વિગતો મળી છે.

Most Popular

To Top