સુરત: મુંબઈથી ટ્રેનના એસી અને સ્લીપર કોચમાં ચઢીને ઊંઘતા મુસાફરોના મોબાઈલ, પર્સ ચોરી લેતા ચોરને સુરતમાં ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઉસ્તાદ ચોર લોકો ઊંઘતા હોય ત્યારે હાથકળા કરી લેતો હતો. તે સુરત આવીને ટ્રેનમાંથી ઉતરી જતો હતો. છેલ્લાં 1 વર્ષથી તે વોન્ટેડ હતો, આખરે સુરતમાં પકડાયો છે.
રાત્રિની ટ્રેનોમાં (Night Train) સ્લીપર અને એસી કોચમાં (AC Coach) ચઢીને મોબાઇલ (Mobile) કે સામાનની તફડંચી કરતા ઠગને (Thief) SOGએ ઝબ્બે કરી લીધો હતો. અબ્દુલ શમાદ અબ્દુલ રહેમાન શેખ (રહે., ભેસ્તાન આવાસ, બિલ્ડિંગ નં.70)ની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. એસઓજીએ બાન્દ્રા પોલીસ સાથે સુરત એસઓજી દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે ઉસ્તપમુરા ટેકરા પાસેથી અબ્દુલ શમાદ પકડાઇ ગયો હતો. તેણે કબૂલાત કરી હતી કે, તે મુંબઇથી ચઢતો હતો અને રાત્રિના સમયે જે પેસેન્જર ઊંઘતા હોય તો તેમનો સામાન અને મોબાઇલ ફોનની તફડંચી કરતો હતો.
દરમિયાન આ આરોપી પાસેથી પોલીસને 15000 નો સેમસંગ ફોન ઝબ્બે કર્યો હોવાની વિગત જાણવા મળી છે. આરોપી સામે સુરત અને મુંબઇમાં કુલ 11 જેટલા ગુના અગાઉ દાખલ થયેલા છે. આમ છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપીને પકડવા એસઓજી પીઆઇ સુવેરા અને તેમની ટીમને સફળતા મળી છે.
વેડરોડ, હોડીબંગલા પાસે વિજીલન્સના દરોડા, 8 જુગારી પકડાયા
સુરત : વેડરોડ, હોડીબંગલા પાસે વિજીલન્સની વિજીલન્સની ટીમે મુગલીસરાના ખજુરાવાડી ઝૂંપડપટ્ટીમાં રેડ પાડી હતી. પોલીસે અહીંથી સૈયદપુરા અમર રેસિડેન્સીમાં રહેતો મોહંમદ ઝહીર મોહંમદ સલીમ નાલબંધ, અનવરઉદ્દીન ગુરૂમીયા શેખ, અજુર્ન વસંતભાઇ ટેલર, ખુરશીદ શબ્બીર જરદોશ, મોહંમદ ફઇમ શબ્બીર અન્સારી, મોહંમદ શબ્બીર ગુલામ રસુલ શેખ, સમીરખાન રહેમાનખાન પઠાણ, અભી સંજયભાઇ સિંગને જુગાર રમતા પકડી લીધા હતા. જ્યારે દાનીશ અન્સારીને વોન્ટેડ જાહેર કરાયો હતો. પોલીસે તેઓની પાસેથી રોકડા રૂા. 21 હજાર તેમજ 33 હજારના મોબાઇલ મળી કુલ્લે રૂા. 55 હજારની મતા કબજે લેવાઇ હતી.