Entertainment

વર્ષોથી “પ્રતિક્ષા” માં “જલસા” કરનાર બચ્ચન પરિવાર શું ઘર વિહોણું થઈ જશે?

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) રોડ પહોળા કરવાના પ્રોજેક્ટ માટે જુહુમાં અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) ”પ્રતીક્ષા” બંગલાની (Pratiksha Bungalow) કમ્પાઉન્ડ વોલ તોડી પાડવામાં વિલંબ (Delay) કરવા માટે બહાના (Excuses) બતાવી રહી હોવાનું મહારાષ્ટ્રના (Maharastra) લોકાયુક્તે જણાવ્યું છે. મહારાષ્ટ્ર લોકાયુક્ત જસ્ટિસ વી.એમ.કનાડેએ (V.M.Canada) તેમના તાજેતરના આદેશમાં જણાવ્યું હતું કે, ”સિવિક સંસ્થાએ વિલંબ માટે ડેપ્યુટી એન્જિનિયર (રોડ) પશ્ચિમ ઉપનગરોને નોટિસ (Notice) જારી કરવી જોઈએ.”

  • જુહુમાં રોડ પહોળા કરવાના પ્રોજેક્ટ માટે BMCનાં બહાનાં
  • BMCએ 2019માં બચ્ચનના બંગલાને અડીને આવેલી એક બિલ્ડિંગની બાઉન્ડ્રી વૉલ તોડી પાડી હતી
  • પ્રથમ જમીન સંપાદન કરવામાં આવશે અને ત્યાર બાદ ”પ્રતીક્ષા” બંગલાની દિવાલ પણ તોડી પાડવામાં આવશે

BMCએ કહ્યું હતું કે, ”તેણે પ્રતીક્ષા બંગલાના પ્લોટમાંથી જમીનનો એક ભાગ કબજે કર્યો નથી. કારણ કે તેની પાસે રોડ પહોળા કરવાના પ્રોજેક્ટ માટે કોઈ કોન્ટ્રાક્ટર નથી. હાલના સંજોગોમાં ડિમોલિશનના કામમાં ઓછામાં ઓછો એક વર્ષ જેટલો વિલંબ થશે. તે સામાન્ય જ્ઞાનની વાત છે કે, 30 મે પછી ચોમાસા દરમિયાન ડિમોલિશનની કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી.”

શિવસેના-નિયંત્રિત સિવિક સંસ્થાએ એમ પણ કહ્યું હતું કે, જ્યારે આ હેતુ માટે રોડ-કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવામાં આવશે ત્યારે આગામી નાણાકીય વર્ષમાં પ્રથમ જમીન સંપાદન કરવામાં આવશે અને ત્યાર બાદ અમિતાભ બચ્ચનના ”પ્રતીક્ષા” બંગલાની દિવાલ પણ તોડી પાડવામાં આવશે.” જોકે, લોકાયુક્તે કહ્યું હતું કે, “બીએમસી દ્વારા અમિતાભ બચ્ચનના પ્રતીક્ષા બંગલાનું ડિમોલિશન ન કરવા માટે આપવામાં આવેલ કારણ યોગ્ય જણાતું નથી. જ્યારે પણ રોડ-વાઇડનિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે ત્યારે BMC દ્વારા અમલીકરણ માટે પૂરતી બજેટ જોગવાઈ કરવામાં આવે જ છે. આથી એ સ્પષ્ટ છે કે બીએમસી પાંગળા ​​બહાનાં બતાવીને બાઉન્ડ્રી વોલ તોડી પાડવામાં વિલંબ કરી રહી છે.”

કોંગ્રેસના કોર્પોરેટર તુલિપ મિરાન્ડાએ ગયા ઓક્ટોબર 2021માં મહારાષ્ટ્ર લોકાયુક્તને સિવિક નિષ્ક્રિયતા અંગે ફરિયાદ કરી હતી, મિરાન્ડાએ જણાવ્યું હતું કે,“BMCએ 2019માં રોડ પહોળા કરવા માટે બચ્ચનના બંગલાને અડીને આવેલી એક બિલ્ડિંગની બાઉન્ડ્રી વૉલ તોડી પાડી હતી અને તેની જમીનનો એક ભાગ કબજે કર્યો હતો, પરંતુ અભિનેતા અમિતાભ બચ્ચનના ”પ્રતીક્ષા” બંગલાને છોડી દીધો હતો.”

Most Popular

To Top