ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શકયતાના પગલે હવે રાજય સરકાર તેનો સામનો કરવા સજ્જ હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજય સરકારે આઈસીયુ બેડ સહિત તમામ સુવિધાઓમાં વધારો કર્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, રાજયમાં ત્રીજી લહેરના એઁધાણ દેખાઈ રહયા છે. હોસ્પિટલમાં આઇસીયું બેડ સહિત તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ત્રીજી લહેર આવે તો તેની સામે આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદથી તમારી નજીકની કઇ હોસ્પિટલમાં બેડ ખાલી છે તેની માહિતી મળશે. ઓક્સિજન બેડ સહિત તમામ માહિતી આ એપ્લિકેશનની મદદથી લોકોને મળી રહેશે. નાગરિકોને હોસ્પિટલ શોધવા માટે અગવડ ના પડે તેવી વ્યવસ્થા આ એપમાં કરાઈ હોવાની વાત જણાવી છે. આજે સાંજે મુખ્યમંત્રી ધ્વારા આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે.
સરકારી સમારંભોમાં કોરોનાની ગાઈડલાઈનું પાલન નહીં થતુ હોવા અંગે પુછવામાં આવતા પટેલે જણાવ્યું હતું કે લે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરના એંધાણ વચ્ચે કોરોના ગાઈડ લાઈનનું પાલન ખુબ જ જરૂરી હોવાનું દર્શાવ્યું છે. તેમણે કહ્યું કે સરકારી કાર્યક્રમોમાં કોરોના ગાઈડલાઈનનુ પાલન કરવામાં આવે છે. ગાઈડ લાઈનનું પાલન થાય તે રીતે જ કાર્યક્રમોનું આયોજન કરાય છે. માત્ર ફોટોગ્રાફી કરવા પૂરતું જ માસ્ક નીકળવામાં આવતું હોય છે.
સરકાર દ્વારા કરાયેલી વ્યવસ્થાની માહિતી આપતા પટેલે આજે મહેસાણામાં કહ્યું હતું કે, જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં ICU વિથ વેન્ટિલેટર સાથેના 6551 બેડ ઉપલબ્ધ છે. 6298 ICU બેડ, 48744 ઓક્સિજન બેડ, 19763 જનરલ બેડની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ બાળકો માટે 597 વેન્ટિલેટર, 1061 ICU, 3219 ઓક્સિજન અને 2342 જનરલ બેડની વ્યવસ્થા ઉભી છે.
રેમડેસિવીરનો 334973 સ્ટોક ઉપલબ્ધ છે. એમ્ફોટેરિસીન બી, ટોસિલિઝુમેબ, ફેવિપીરાવીર ટેબનો પૂરતો સ્ટોક છે. રાજ્યમાં 121 RTPCR લેબોરેટરી ઉપલબ્ધ છે. જેમાં 58 સરકારી અને 63 પ્રાઇવેટ લેબોરેટરી છે. ગુજરાતમાં 93.3 ટકા લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો રાજ્યમાં હજુ પણ 3326794 લોકોને પ્રથમ ડોઝ આપવાનો બાકી છે. કુલ 40,31,455 લોકોને બીજો ડોઝ આપવાનો બાકી છે.