અંકલેશ્વર: (Ankleshwar) સરદાર પાર્કમાં આવેલા આભૂષણ જ્વેલર્સની (Abhushan Jewelers) પાછળ પરમ ફૂટવેરના ગોડાઉનનું (Godown) શટર તોડી બાકોરું પાડી સોના-ચાંદીની પોણા કરોડ ઉપરાંતની તસ્કરો ચોરી (Theft) કરી ગયા હતા. આ ખેલ CCTVમાં કેદ થઈ ગયો હતો. આ બનાવમાં જાણભેદુ હોવાની પોલીસને આશંકા છે.
ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં સંભવત: અંકલેશ્વરના આભૂષણ જ્વેલર્સમાંથી સૌથી મોટી પોણા કરોડ ઉપરાંતની સોના-ચાંદીનાં આભૂષણોની તસ્કરીની ઘટના ઔદ્યોગિક ગઢમાં ચકચાર મચી ગઇ છે. મૂળ રાજસ્થાનના અને અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતા હેમંત જગદીશ સોનીની સરદાર પાર્ક-2માં આભૂષણ જ્વેલર્સની દુકાન આવેલી છે. જ્વેલર્સના શો રૂમની પાછળ આવેલા પરમ ફૂટવેરના ગોડાઉનનું શટર તોડી તસ્કરો ત્રાટક્યા હતા. રેકી અને પ્રિ-પ્લાન કરી આવેલા તસ્કરોએ શો-રૂમ તેમજ ગોડાઉનની વચ્ચેની દીવાલમાં બાકોરું પાડી સદીની સૌથી મોટી સોના-ચાંદીની ચોરીને અંજામ આપ્યો હતો.
- અંકલેશ્વરના આભૂષણ જ્વેલર્સમાંથી 87.30 લાખની ચોરી
- આભૂષણ જ્વેલર્સની પાછળ પરમ ફૂટવેરના ગોડાઉનનું શટર તોડી તસ્કરોએ દીવાલમાં બાકોરું પાડ્યું
- દોઢ કિલો સોનું, 19 કિલો ચાંદી અને ડાયમંડ જ્વેલરીની ચોરી, ઘટના સીસીટીવીમાં કેદ
તસ્કરો જ્વેલર્સની શોપમાંથી દોઢ કિલો સોનાનાં આભૂષણો, 19 કિલો ચાંદીના દાગીના, ₹5.55 લાખના રિયલ ડાયમંડના સેટ સહિત કુલ ₹87.30 લાખની ચોરી કરી જતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ડોગ સ્ક્વોડ, એફ.એસ.એલ. અને સીસીટીવીની મદદથી આ પોણા કરોડ ઉપરાંતની ગોલ્ડ-સિલ્વરની ચોરીમાં આરોપીઓ સુધી પહોંચવા ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
સોના, ચાંદી અને ડાયમંડમાં શું ચોરી થયું ?
46 નંગ સોનાની વીંટી, 55 જોડી પેન્ડલ, બુટ્ટી 117 જોડી, કાનની બાલી 129, પેન્ડલ 83 જોડી, ટોપ્સ બુટ્ટી સોનાનો એક સેટ, 2 સોનાની ચેઇન, 29 નાકની જડ, 12 જોડી ચીપ, 45 જોડી રિયલ ડાયમન્ડ બુટ્ટી, પેન્ડલ 19, રિયલ ડાયમંડ પેન્ડટ 13, રિયલ ડાયમંડ 21 પેન્ડટ, બુટ્ટી 5 ડોકિયાં