SURAT

સુરતમાં એક વર્ષમાં 51 યુવક 37 હથિયાર સાથે પકડાયા

સુરત પોલીસના (Surat Police) સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ દ્વારા છેલ્લા એક વર્ષમાં 51 થી વધુ યુવકોને 37 હથિયાર (Weapon) સાથે પકડી પાડ્યા છે. આ ઉપરાંત પોલીસે તેઓની પાસેથી રોકડ અને મોબાઇલ (Mobile) સહિત કુલ્લે 3.92 લાખનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો. પોલીસે ‘નો ડ્રગ્સ ઇન સિટી’ બાદ હવે હથિયારો લઇને ફરતા યુવકો (Youth) સામે પણ તવાઇ શરૂ કરી છે.

સુરત એસઓજીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓએ બાતમીના આધારે સૈયદપુરા પારસી અગીયારી પાસે આગાનો વડ અલ-સુભાની પેલેસમાં રહેતા શખ્સને પકડ્યો હતો. તેની પાસેથી એક પિસ્તોલ અને ત્રણ કારતૂસ પણ કબજે લેવાયા હતા. પોલીસે તેની પુછપરછ કરતા આવેદએ 20 દિવસ પહેલા જ પિસ્તોલ ખરીદી હોવાનું કહ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરીને તેની સામે ગુનો પણ નોંધ્યો હતો.

એસઓજીના પીઆઇ આર.એસ.સૂવેરાએ માહિતી આપતા કહ્યું કે, નાર્કોટીક્સની બદી નેસ્તનાબુદ કરવાના અભિયાનની સાથે ગેરકાયદે રીતે હથિયારો રાખતા તત્વો સામે લાલ આંખ કરી તેમના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છે. છેલ્લા એક વર્ષમાં શહેરમાંથી હથિયારના કુલ ૩૫ કેસ કરી 51 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેઓની પાસેથી ૩૭ હથિયારો, ૬૯ કારતુસ કબજે લેવાયા હતા. જેમાં તમંચાના ૧૮ કેસમાં 25 આરોપીની ધરપકડ કરી 18 હથિયાર કબજે લેવાયા હતા. જ્યારે પિસ્તોલના 13 કેસોમાં 21 આરોપી અને 14 હથિયાર કબજે લેવાયા હતા. આ ઉપરાંત પોલીસે બે રિવોલ્વરના ૨ કેસ, બાર બોર ગનના ૨ કેસ ૨ હથિયાર પણ કબજે કરીને કુલ્લે 51 થી વધુ યુવકોની ધરપકડ કરી હતી. અને આ તમામની પાસેથી પોલીસે કુલ રૂપિયા ૩,૯૨,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Most Popular

To Top