SURAT

સરકારી સબસડીવાળું ખાતર બારોબાર સુરતની કાપડની મિલોમાં વેચાય છે, કૌભાંડનો પર્દાફાશ

સુરત: (Surat) બમરોલી ખાતે મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં (Mahalakshmi Industrial Estate) ખેતી (Farming) સબસીડીવાળું (Subsidy) નીમ કોટેડ રાસાયણિક ખાતરનો (chemical fertilizer) ઔદ્યોગિક હેતુ માટે વપરાશ (Consumption for industrial purposes) થતો હોવાનું ઝડપાયું છે. ખેતીવાડી અધિકારીએ બાતમીના આધારે રેડ કરી ખાતરની અલગ અલગ વજનવાળી બેગો પકડી બારડોલીની પ્રયોગશાળામાં (Laboratory) તપાસ કરાવી હતી. જેમાં વેચાણ માટે પ્રતિબંધિત (Restricted to sale) ખાતર હોવાનું સામે આવ્યું હતું. ખેતીવાડી અધિકારીએ પોલીસ ફરિયાદ દાખલ કરવા અરજી કરી હતી.

સરથાણા જકાતનાકા ખાતે વ્રજ દર્શન સોસાયટીમાં રહેતા કૃપાબેન પ્રવિણભાઈ ઘેટીયા ખેતીવાડી અધિકારી તરીકે નોકરી કરે છે. ગત 14 ડિસેમ્બરે બપોરે બાતમીના આધારે બમરોલી રોડ પર મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે તપાસ કરાઈ હતી. જ્યાં પ્લોટ નંબર 143 ઉપર ટ્રક (આરજે-27-જીબી-5736) માંથી મજૂરો ટેક્નિકલ ગ્રેડ યુરિયાની બેગ ટ્રકમાંથી કાઢતા હતા. ખેતીવાડી અધિકારીએ આ અંગે મજૂરને પુછતા તેમને ફોન કરીને રાજ ગોટી નામના વ્યક્તિને ફોન કરીને બોલાવ્યા હતા.

તેને આવીને જણાવ્યું હતું કે, તેમની પેઢી ક્રિષ્ણા ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ (નવજીવન સર્કલ, અંબીકા ઇન્ડસ્ટ્રિયલ સોસાયટી) ના ભાગીદારો નટવરલાલ મોહનલાલ નાયક (રહે. સીલ્વર એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ) તથા રાજ હેમંત ડોક્ટર (રહે. ઠાકોરપાર્ક, અલથાણ) નું નામ આપતા તેમને બોલાવી પુછપરછ કરાઈ હતી. બંને ભાગીદારોને બોલાવી ગોડાઉનમાં તપાસ કરતા 35 ટન માલ ટ્રકમાંથી મળ્યો હતો. જેમાં 50 કિગ્રા વાળી 100 બેગ હતી. આ સિવાય ગોડાઉનમાં 45 કિગ્રા વાળી 30 બેગ, અન્ય 50 કિગ્રા વાળી 480 બેગ મળી આવી હતી. આ તમામ જથ્થો શંકાસ્પદ નીમ કોટેડ યુરિયા એન-46 ટકા જણાઈ આવ્યો હતો.

બંને ભાગીદારોએઆ આ ટેક્નિકલ ગ્રેડ યુરિયા રાજસ્થાન ચિત્તોડગઢ, પાલઘર બોઈસર મહારાષ્ટ્રથી આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ ખાતરનો જથ્થો ખેતી માટે વપરાય છે જે ઔદ્યોગિક વપરાશ માટે વપરાતો હોવાથી રાસાયણિક ખાતર ચકાસણી પ્રયોગશાળા બારડોલી ખાતે મોકલાયો હતો. જેનો રિપોર્ટ આવતા આ ખાતર નીમ કોટેડ યુરિયા હોવાનું સામે આવ્યું હતું. ખેતીવાડી નાયબ નિયામક એન.જી.ગામીત, મદદનીશ ખેતી નિયામક રવિન્દ્ર બી પટેલ, ખેતીવાડી અધિકારી કૃપાબેન અને નિતીન ખૈનીએ તપાસ કરી બંને ભાગીદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે પંચકેસ કરી અરજી કરી છે.

Most Popular

To Top