Gujarat

૨૩,24 ડિસે.ના રોજ પૂર્ણેશ મોદીના હસ્તે વડોદરા સહિત દ.ગુ.માં 62 કરોડના પ્રકલ્પોને આયામ અપાશે

રાજયના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે તા. ૨૩ ડિસેમ્બરે વડોદરા ખાતે રૂા.૧૪.૦૯ કરોડના ખર્ચે તૈયાર થનાર જૂના જંક્શન અંડરપાસ અને ફ્લાય ઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરાશે. જ્યારે સુરત ખાતે રૂા.૨૬.૭૬ કરોડના ખર્ચે ઉભેંળ જંક્શન ફ્લાયઓવર, એપ્રોચ રોડ તેમજ ડ્રેનેજનું વરસાદી ગટરની કામગીરીનું ખાતમુહૂર્ત કરાશે. નવસારી જિલ્લાના ચિખલી ખાતે કુલ રૂા.૭.૭ કરોડના ખર્ચે ખુડવેલમાં બે માર્ગોનું લોકાર્પણ તેમજ સ્લેબ ડ્રેઇનનું ખાતમુહૂર્ત કરાશે.

જ્યારે ડાંગ જિલ્લાના વધઇ તાલુકામાં રૂા.૩.૫ કરોડના ખર્ચે માછળી બ્રિજનું ખાતમુહૂર્ત તેમજ રૂા.૧.૯૮ કરોડના ખર્ચે ધવલી દોડ રસ્તાનું લોકાર્પણ કરાશે. મોદી દ્વ્રારા તા.૨૪ ડિસેમ્બરના રોજ રૂા. ૧.૬૮ કરોડના ખર્ચે ઓલપાડ-ડભારી રસ્તાનું ખાતમુહૂર્ત, રૂા.૩.૧૩ કરોડના ખર્ચે ૮૪ તાલુકામાં વાઝ ખાતે ચાર રસ્તાનું ખાતમુહૂર્ત, સચિન ખાતે રેસ્ટ હાઉસનું લોકાર્પણ, રૂા.૧.૭૫ કરોડના ખર્ચે બારડોલી તાલુકાના અલ્લુ ખાતે ચાર રસ્તાનું ખાતમુહૂર્ત જ્યારે રૂા.૨ કરોડના ખર્ચે માંડવી ઝાબ પાટિયા રસ્તાનું ખાતમુહૂર્ત એમ બે દિવસમાં કુલ રુા. રૂા.૬૨.૫૯ કરોડના ખર્ચે ૧૧ જેટલા વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે.

Most Popular

To Top