જે સૂરતીઓ શહેરના કોટ વિસ્તારમાં સોનીફળીયામાં રહે છે એમને સદ્ભાગ્યે પ્રાપ્ત થયું છે કે સવારે બરાબર ૭ ના ટકોરે હનુમાન ચાલીસ સાંભળતા સાંભળતા એમનો સવારનો નિત્યક્રમ શરૂ થાય છે! છેલ્લાં ૬-૮ મહિનાથી સોનીફળિયા વિસ્તારમાં સવારે અને સાંજે બરાબર ૭ ના ટકોરે માઇક ઉપર હનુમાન ચાલીસ વગાડવામાં આવે છે! હનુમાન ચાલીસાના પાઠ અને તેનાથી થતા લાભોથી સૌ પરિચિત છે એટલે એની અહીં ચર્ચા કરવી નથી, પણ મને ચોકકસ લાગે છે કે આ હનુમાન ચાલીસા સાંભળ્યા પછી તમારામાંથી ‘નકારાત્મક ઉર્જા’ દૂર થાય છે અને ‘હકારાત્મક ઉર્જા’ નો સંચાર થાય છે, તમે આખાય શરીરમાં ઉર્જાનો સ્ત્રોત અનુભવો છો! જે અકલ્પનીય છે! હનુમાન ચાલીસા માઇક ઉપર વગાડવાની સૌથી પહેલી શરૂઆત સોનીફળિયાથી થઇ અને હવે તો શહેરના ઘણાં વિસ્તારોમાં એ વગાડવામાં આવે છે, એ ખૂબ જ આનંદની વાત છે! હિંદુ સંસ્કૃતિનો દરેક ભારતીયને ગર્વ હોવો જોઇએ અને એ હનુમાન ચાલીસા સાંભળ્યા બાદ આપણને થાય છે! આ સુંદર કામગીરીને રાજકીય કે ધાર્મિક સ્વરૂપના આપતા, આ કામગીરી કરવાનો જેમને પણ વિચાર આવ્યો અને જેમણે અમલમાં મૂકયો એ સૌને અભિનંદન!
સુરત – ભાર્ગવ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
રાજકારણ ચાલીસા નહીં હનુમાન ચાલીસા
By
Posted on