Gujarat

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે સુચિત રોકાણોના વધુ ૩૭ MOU થયા

આગામી જાન્યુઆરી-ર૦રરમાં આ સમિટની ૧૦મી એડીશન યોજાવા જઇ રહી છે. ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરી રહેલી આ વાયબ્રન્ટ સમિટની ૧૦મી શૃંખલાના પ્રારંભ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સોમવારે સ્વર્ણિમ સંકુલ ખાતે રાજ્ય સરકારે વિવિધ ક્ષેત્રે સુચિત રોકાણો માટેના વધુ ૩૭ MOU જુદા જુદા ઉદ્યોગ ગૃહો, સંસ્થાઓ સાથે સંપન્ન કર્યા છે.

ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ આ MOU સંબંધિત ઉદ્યોગકારો સાથે પરસ્પર એક્સચેન્જ કર્યા હતા.
રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગે વાયબ્રન્ટ સમિટ પૂર્વાધ રૂપે દર સપ્તાહના પ્રથમ દિવસે વિવિધ ક્ષેત્રોમાં સુચિત રોકાણો માટેના MOU કરવાની શરૂ કરેલી પરંપરામાં અત્યાર સુધીમાં ચાર કડીમાં ૮૦ જેટલા MOU થયા છે.

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે ૩૭ MOU થયા છે, તેમાં કેમિકલ્સ, સ્પેશ્યાલિટી કેમિકલ્સ, ફાર્મા ઇન્ટરમિડીયેટ, ઇ-વેસ્ટ રિસાયકલિંગ પ્રોજેક્ટ, ઇન્ડસ્ટ્રીયલ તથા એપરલ પાર્ક ડેવલપમેન્ટ, એમ.એસ પાઇપના ઉત્પાદન તથા એગ્રોકેમિકલ્સ, ઇ.વી ચાર્જિંગ નેટવર્ક, ટોયઝ પાર્ક, આઇ.ટી. પાર્ક વગેરે ક્ષેત્રોમાં સુચિત રોકાણોના MOUનો સમાવેશ થાય છે.

ઉદ્યોગ ક્ષેત્ર ઉપરાંત એજ્યુકેશન સેક્ટર માટે પણ પાંચ જેટલા સ્ટ્રેટેજિક એમ.ઓ.યુ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા. આવા સ્ટ્રેટેજિક MOUમાં ટેક્નિકલ એજ્યુકેશન ક્ષેત્રે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ, વેટરનરી કોલેજ માટેના, વ્યસનમુક્તિ અને માનવ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સ્ટુડન્ટ ઇન્ટર્નશીપ, ચિલ્ડ્રન યુનિવર્સિટી એજ્યુકેશન ખાતે ટોય હબ માટે ટેક્નિકલ સપોર્ટના MOU થયા હતા.

Most Popular

To Top