National

‘સાલા સત્યનારાયણ…’ જીતનરામ માંઝીએ બ્રાહ્મણો માટે કરી શરમજનક ટીપ્પણી, ભગવાનની પૂજા પર પણ ઉઠાવ્યા સવાલ, વિવાદ સર્જાયો

બિહાર: સત્યનારાયણ ભગવાન અને બ્રાહ્મણો વિશે અપ્રિય કોમેન્ટ કરનાર બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિરુદ્ધ દેશભરમાં રોષ વ્યાપી ગયો છે. ખાસ કરીને રાજકીય નેતાઓએ માંઝી સામે મોરચો કાઢ્યો છે. ભાજપના એક નેતાએ તો આ વિવાદના પગલે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રીની જીપ કાપીનારને રૂપિયા 11 લાખનું રોકડું ઈનામ આપવાની ખુલ્લી ઓફર કરી દીધી છે.

બિહાર (Bihar)ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી (CM Jitanram Manzi)એ બ્રાહ્મણો અને હિન્દુઓ પર વિવાદીત નિવેદન આપ્યું હતું તેમણે સત્યનારાણની કથા અને બ્રાહ્મણો માટે ગાળનો પ્રયોગ કર્યો હતો. તેમણે પોતાના નિવેદન અંગે માફી પણ માંગી હતી છતાં આ મુદ્દા પર વિપક્ષીઓ દ્વારા એક પછી એક તીખી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. ભાજપના નેતા ગજેન્દ્ર ઝાએ (Gajendra Jha) માંઝીના નિવેદન પર વિવાદીત નિવેદન આપ્યું હતું. માંઝીના બ્રાહ્મણો પર કરેલા વિવાદીત નિવેદન સામે બિહારના પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધવામાં આવ્યો છે. 

બીજેપી નેતા ગજેન્દ્ર ઝાએ માંઝી પર આરોપ લગાવ્યો છે કે તે વારંવાર સનાતન હિન્દુ ધર્મ વિરૂદ્ધ ટિપ્પણીઓ કરતા રહે છે.  ઝાએ કહ્યું કે, ‘માંઝી હિન્દુ સનાતન ધર્મમાં માનતા નથી, તો તેમણે ધર્મ પરિવર્તન કરી લેવું જોઈએ. જે કાઈપણ બ્રાહ્મણ સમાજનો પુત્ર બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધની અપમાનજનક ટિપ્પણી કરનાર માંઝીની જીભ કાપશે, તેને 11 લાખ રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવશે.’ HAM પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા દાનિશ રિઝવાનનું કહ્યું કે માંઝીએ પોતાના નિવેદન અંગે પહેલા જ માફી માંગી લીધી હતી. છતાં પણ આ મુદ્દો ફરી ઉઠાવવો યોગ્ય નથી.

‘હિન્દુસ્તાન આવામ મોરચા’(HAM) ના સ્થાપક જીતનરામ માંઝીની પાર્ટી બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર (CM Nitish Kumar)ની રાજ્ય સરકારમાં ભાગીદાર છે. બિહારમાં તેમની પાર્ટીના 4 ધારાસભ્યો છે, જેમાં માંઝી પોતે ઈમામગંજ (Imamganj)થી ચૂંટણી (Election) જીત્યા છે. જીતનરામ માંઝીના પુત્ર સંતોષ સુમન બિહાર સરકારમાં સિંચાઈ વિભાગ તેમજ એસસી-એસટી કલ્યાણ વિભાગમાં મંત્રી છે. પૂર્વ મુખ્યમંત્રી માંઝીના નિવેદન બાદ તમામ વિપક્ષની પાર્ટી તરફથી તીખી પ્રતિક્રિયાઓ આવી હતી.

સોશિયલ મીડિયા પર જીતનરામ માંઝીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે 1956માં બાબા સાહેબ આંબેડકર મૃ્ત્યુ પહેલા હિન્દુ ધર્મમાં ન હતા તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો અને ત્યાર બાદ તેમનું મૃત્યુ થયું. હિન્દુ ધર્મ ખરાબ છે. માફ કરજો મને પણ આજકાલ આપણા ગરીબ વર્ગમાં પણ ધર્મ માટે વધુ ભક્તિ જાગી રહી છે. આપણે સત્યનારાયણની પૂજાનું નામ જાણતા ન હતા, પરંતુ આજકાલ આપણા વિસ્તારમાં દરેક જગ્યાએ પૂજાઓ થઈ રહી છે.

માંઝીએ વધુમાં કહ્યું હતું કે ” એટલી શરમ નથી આવતી કે પંડિતો આવીને કહે કે અમે ભોજન નહીં કરીએ, અમને માત્ર રોકડ દક્ષિણા આપો.” માંઝીએ એક કાર્યક્રમમાં પબ્લિક પ્લેટફોર્મ પરથી આવી ભાષાનો ઉપયોગ કર્યો હતો. જ્યારે ત્યાં હાજર લોકોએ તેમના ભાષણ સામે વાંધો ઉઠાવવાને બદલે તાળીઓ પાડી હતી. માંઝીએ આ અગાઉ પણ દારૂ અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું તેમણો કહ્યું હતું કે દારૂબંધીનો ભોગ દલિત સમાજના લોકો બની રહ્યા છે જ્યારે મોટાભાગે 60 ટકા લોકો રાતે દારૂ પીવે છે.

માંઝીના વિવાદીત નિવેદન બાદ તેની પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે માંઝીની હમ બિહારના શાસક રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનની એક ઘટક પાર્ટી છે, જેમાં ભાજપ પણ સામેલ છે. HAM પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા દાનિશ રિઝવાનનું કહ્યું કે માંઝીના નિવેદનને તોડીમરોડી કહેવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે જીતનરામ માંઝીનો મતલબ એવો ન હતો, પરંતુ તેઓ કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે બ્રાહ્મણો દલિતોના ઘરે જાય છે અને તેમની ઘરે જઈને ભોજન નથી લેતા, પરંતુ પૈસા લે છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મિથિલેશ તિવારીએ માંઝીના નિવેદન અંગે વાંધો ઉઠાવતા કહ્યું કે માંઝી પાગલા થઈ ગયા છે. તેમણે કહ્યું કે HAM નેતાના પોતાના નિવેદન પર તાત્કાલિક બ્રાહ્મણો પાસે માફી માંગે નહી  બ્રાહ્મણ સમાજ આગળ આંદોલન કરશે. જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે પણ આ નિવેદનને દુઃખદ ગણાવ્યું અને કહ્યું કે તે ભારતીય બંધારણના મૂળથી સંપૂર્ણપણે અલગ છે અને આ રીતે કોઈ પણ સમાજને નુકસાન પહોંચાડવું ખોટું છે. આ અગાઉ પણ માંઝીએ નિવેદન આપ્યું કે શ્રી રામને કાલ્પનિક ગણાવ્યા હતા અને વાલ્મીકિને તેમના કરતા ‘ઘણા ગણા મોટા સંત’ ગણાવ્યા હતા.

જો કે, વિવાદીત નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ જીતનરામ માંઝીએ માફી માંગી છે. અને કહ્યું છે કે તેણે આ શબ્દનો ઉપયોગ બ્રાહ્મણો માટે નહીં પણ તેમના સમાજ માટે કર્યો હતો. બિહારના માર્ગ અને પરિવહન મંત્રી અને બીજેપી નેતા નીતિન નબીન સિંહાએ માંઝીને વરિષ્ઠ નેતા ગણાવતા કહ્યું કે તેમણે આવા વિવાદાસ્પદ નિવેદનો ન કરવા જોઈએ. આરજેડી નેતા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે  ભાજપ-આરએસએસના ખોળામાં બેસીને તેમની ભાષા આવડી ગઈ છે. ‘રાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસભા, પરશુરામ સેવા સંસ્થાન’ના પ્રવક્તા રજનીશ કુમાર તિવારીએ આ નિવેદન સામે કોર્ટમાં જવાની ચેતવણી આપી છે.

Most Popular

To Top