શહેરનાં મોજશોખ અને આનંદ-પ્રમોદમાં વિહરતો અને રાચતો માણસ એટલે શહેરી લાલા. થોડો આળસુ, વધુ આનંદી, ઈશ્કી અને ઉડાઉ એટલે લહેરી લાલા. આવક-જાવક-ખર્ચનો હિસાબ ન રાખે ત્યાં સુધી ચાલે, પણ શોખમાં ને શોખમાં દેવું કરી લે અને સાવ ઉડાઉ એટલે લહેરી લાલા. સૌને કહેતો ફરે “લક્ષ્મી ચંચળ છે એટલે જેમ આવે તેમ ચાલી જાય છે.” માટે સદુપયોગ કરી લો. વધુમાં ઉમેરો કરે કે આપણે સમયને પૈસા કરતાં વધુ કિંમતી સમજીએ છીએ અને કહીએ છીએ કે સમય જ નથી- એ ગણિત બરાબર નથી. લહેરી લાલા કહે, આજે રૂપિયાનો જાદુ ચાલે છે, રૂપિયાની જ બોલબાલા છે તો ખર્ચ કરવો જોઈએ. આવા લહેરી લાલા અંતે દેવાળું કાઢે અને ઉછીના પૈસાથી જીવે. પૈસા તો હાથનો મેલ છે એમ કહેનારની માન્યતા ભૂલભરેલી છે. દરેક વ્યક્તિએ પોતાની આવકના પ્રમાણમાં ખર્ચ કરતાં શીખી લેવું જોઈએ અને આવક-જાવકનો હિસાબ રાખી ભવિષ્યનું આયોજન કરવું હિતાવહ છે.
નવસારી – કિશોર આર. ટંડેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
લહેરી લાલા
By
Posted on