Charchapatra

સુરત મહાનગરપાલિકા જ્યાં છે ત્યાંજ નવી બિલ્ડિંગ કેમ ન બાંધે?

હાલમાં જ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલીસરાથી ખસેડી સુરત સબજેલ વાળી જમીન પર લઈ જવાના સમાચાર સાંભળ્યા. વર્ષો પહેલાં આ અંગે અગાઉ એક રાજકારણી સાથે ચર્ચા થયેલ ત્યારે જણાવેલ કે, અહીંથી કચેરી ખસેડી નાખીએ તો આ વિસ્તારના હિન્દુઓના હીત જોખમાય. કચેરી અહી જ રહે તો અવરજવર થાય, નહિતર આ વિસ્તાર હાથમાં નહીં રહે. કચેરી ખસેડવાને બદલે મુખ્ય કચેરીની આજુબાજુ કે સામે એનેક્ષી બિલ્ડીંગો બંધાતા ગયા પરંતુ કચેરી ખસેડાઈ નહી. આજે હિન્દુ હિતોની વાત કરનારા ક્યાં ગયા ? હિન્દુઓને કોના ભરોસે છોડી જાય છે? માત્ર મત માંગવા માટે જ હિન્દુઓનો ઉપયોગ કરાય છે ? હવે હિન્દુઓના હીત નહી જોખમાય ? કોર્પોરેટરો પોતે જ ડરીને અશાંતધારાવાળા વિસ્તારમાંથી શાંત વિસ્તારમાં જઈને પોતાનું જ રક્ષણ કરવા માંગે છે?

જો બાબરી મસ્જિદ દૂર કરાવી રામ મંદિર બંધાવી શકાય તો સુરત મહાનગરપાલિકાની જુની કચેરી તોડીને મોગલ જહાંગીરી શાસનના કિલ્લેદાર ઇશાક બેગ યઝડ ઉર્ફે હકીકતે સને 1644 (હિજરી 1054)માં બંધાવેલી યાત્રિકો માટે સરાઈ તોડીને નવું બિલ્ડીંગ ન થઈ શકે? આ ઇમારત તો પુરાતાત્વિક સંરક્ષિત પણ જાહેર નથી કરાઇ. ભાગી જ જવું હતું તો રોજ રોજ ટી.વી. ચેનલો પર તેમજ વોટસએપ પર હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનશ્ય પેદા થાય તેવી ચર્ચાઓ સંદેશાઓ શા માટે પ્રસારિત કરવા દેવામાં આવે છે? પ્રતિબંધ ન મૂકી શકાય? અશાંતધારા વિસ્તારના હિન્દુઓ માટે એક રૂમ રસોડાની સ્કીમ થશે? આજથી ૧૦ વર્ષ પછીનો નો ખ્યાલ નેતાઓએ કર્યો છે? સબ જેલ પણ બહુ દૂર નથી, પછી કયાં જશો?
અમદાવાદ         – કુમારેશ ત્રિવેદી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top