Gujarat

હજુ 21મી ડિસે. સુધી કોલ્ડ વેવ રહેશે, 3 ડિગ્રી ઠંડીમાં નલિયા ધ્રુજયું

આગામી તા.21મી ડિસે . સુધી ગુજરાતમાં કોલ્ડ વેવ રહેશે. જેમાં સૌથી વધુ અસર કચ્છ પ્રદેશમાં રહેવાની હવામાન વિભાગ દ્વ્રારા ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ- કચ્છ તથા બનાસકાંઠા – ગાંધીનગરમાં પણ કોલ્ડ વેવની અસર રહેશે. આજે દિવસ દરમ્યાન કચ્છનું નલિયા આજે 3 ડિગ્રી ઠંડીમાં ધ્રુજી ઉઠ્યું હતું. તેવી જ રીતે ઉત્તર ગુજરાતમાં ડીસામાં પણ 9 ડિગ્રી તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. ગાંધીનગરમાં 11 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. અલબત્ત શીત લહેરની અસર ગાંધીનગર તથા અમદાવાદ પણ આવી ગઈ છે.

હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 13 ડિ.સે., ગાંધીનગરમાં 11 ડિ.સે., ડીસામાં 9 ડિ.સે., વડોદરામાં 14 ડિ.સે., સુરતમાં 17 ડિ.સે., વલસાડમાં 13 ડિ.સે., ભૂજમાં 10 ડિ.સે., નલિયામાં 3 ડિ.સે., અમરેલીમાં 13 ડિ.સે., ભાવનગરમાં 17 ડિ.સે.,રાજકોટમાં 11 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 12 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.

માઉન્ટ આબુમાં માઈનસ 3 તથા ગુરૂ શિખર પર માઈનસ 5 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં હજુયે આગામી ત્રણ દિવસ માટે કોલ્ડ વેવની અસર રહેશે, ત્યારે પાલનપુર નજીક આવેલા માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનો અુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને આબુમાં માઈનસ 3 તથા આબુ નજીક ગુરૂ શિખર પર માઈનસ 5 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. આબુમાં આવેલા સહેલાણીઓ રીતસરના ધ્રુજી ઉઠ્યા છે. અહીં ઝરણા તથા નખી લેક પર બરફ જામી ગયો છે. છેલ્લા બે દિવસથી આ પહાડી વિસ્તાર એવા આબુ પર કડકડતી ઠંડી પડી રહી છે. અહીંના મેદાની વિસ્તારમાં બરફની ચાદર જોવા મળી રહી છે.

Most Popular

To Top