Business

ઔર એક શોંપિગ યે ભી!!!

સુરતીઓનું નામ આવે એટલે સુરતની ખાવાની પ્રખ્યાત વાનગીઓનું દૃશ્ય આંખ સમક્ષ આવી જતું હોય છે. સુરતીઓ ખાવાના ખૂબ જ શોખીન હોય છે. સુરતીઓ દરેક તહેવારને અનુરૂપ વાનગીઓની જયાફ્ત ઉડાવતા હોય છે. સુરતીલાલાઓ ખાવાના શોખની સાથે શોપીંગ કરવામાં પાછા પડે એમ નથી. સુરત શહેરમાં મોલ્સ તેમજ બ્રાન્ડેડ કંપનીના કપડા મળતા હોવા છતા સુરતીલાલાઓ શોંપિગ કરવા માટે સુરતને બદલે મુંબઇ જવાનું વધારે પસંદ કરતા હોય છે. શા માટે સુરતીલાલાઓ મુંબઇ શહેરમાં શોપીંગ કરવા જાય જે જાણવા ચાલો કેટલાક સુરતીઓને…

સારી ક્વોલેટી અને ટકાઉ કાપડ હોવાને કારણે મુંબઈથી શોિપંગ કરું છું : મહર્ષિ અંબાજીવાળા

મહર્ષિ અંબાજીવાળાએ જણાવ્યંુ હતું કે, હું મ્યુઝીશ્યન છું આથી મારે અવારનવાર મુંબઇ જવાનું થતું હોય છે. એટલે મારી કંપની માટે અને મારા માટે પણ બોમ્બેના અંધેરી, બોરીવલી, મલાડમાં સારા માર્કેટ આવેલા હોવાના કારણે ત્યાં સસ્તા, સારી ક્વોલેટી અને ટકાઉ કાપડ હોવાને કારણે મને શોપિંગ મુંબઈ વધારે પસંદ પડે છે. બીજી િસટી કરતાં સારા અને સસ્તા કપડાં પણ મળતા હોય છે.

વેડીંગ કલેક્શનના ભાવ સુરત કરતાં મુંબઈમાં સસ્તા હોય છે : અક્ષય મોદી

છેલ્લા પાંચ વર્ષથી મુંબઇથી જ શોિપંગ કરતા અક્ષય મોદી જણાવે છે કે, સુરત કરતા મંુબઇમાં સારી બ્રાન્ડ અને ક્વોલેટીના કપડાં મળે છે. જોકે બ્રાન્ડેડ કપડાના ભાવ સુરત અને મંુબઇમાં સરખા હોય છે. નવી ક્વોલેટી, અને સારી પેટર્નનાં કપડાં મળતા હોય છે. મુંબઇમાં વિન્ટર અને સમરમાં નવા કપડાં લોન્ચ થતા હોય છે. જેને કારણે વર્ષમાં બે વાર હું શોિપંગ કરુ છું. મારી બહેનના લગ્ન હોવાને કારણે વેડિંગ કલેક્શન પણ મુંબઇથી શોિપંગ કર્યુ છે કારણ કે વેડીંગ કલેક્શનના ભાવ સુરત કરતાં મુંબઈમાં સસ્તા હોય છે.

હું તો મારું અને ઘરનાં બધાનું A to Z શોપિંગ મુંબઈથી જ કરું : દિપીકા ભટ્ટ

હું તો મારું અને ઘરનાં બધાનું A to Z શોપિંગ મુંબઈથી જ કરું. દર વર્ષે વેકેશનમાં મુંબઈ જઇએ અને આખા વર્ષનું શોપિંગ કરી લઈએ . મુંબઈનું માર્કેટ ખૂબ મોટું છે. દરેક સબર્બ નું લોકલ માર્કેટ પણ ખૂબ સારું છે. લેટેસ્ટ ડિઝાઇન અને ત્યાંના જેટલી ચોઇસ અને વેરાઇટી ભાગ્યે જ આપણે ત્યાં મળે. કોઇ મોલ કે બ્રાંડેડ શો-રૂમનો પણ ત્યાંનો અને અહીંનો આખો માલ અલગ જ હોય. ત્યાં ઓછા ભાવે પણ સ્ટાઇલીશ કપડાં મળી જાય છે. અને જો ચંપલની વાત કરીએ તો ‘લિંકિંગ રોડ’ પર જે બજાર છે ત્યાંથી 150-200 Rs માં તો તમને લેટેસ્ટ ડિઝાઇનની બધી જ ચંપલ મળે અને આ ચંપલ ટકાઉ પણ હોય છે. આ સિવાય કોલ્હાપુરી ચંપલ તો અહીં જેવી કશે મળતી જ નથી. ત્યાં સવારથી શોપિંગ માટે નીકળીએ અને સેન્ડવિચ, વડાપાઉં, ઢોસા ખાઈએ એની મજા તો અલગ જ.   

બજારમાં નવી ફેશન ચાલતી હોય તે ડીઝાઇન પ્રમાણે કપડા મળતા હોય : મુક્તિ ઝવેરી

સુરતમાં રહેતી મુકિત ઝવેરીએ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, ‘સુરતમાં કપડા તો સારા જ મળે છે પણ જુની ફેશનના હોય છે, જેના કારણે હું મહીનામાં એકાદ વાર કપડાની શોંપિગ કરવા મુંબઇ જાઉં છે ત્યાં બ્રાન્ડેડ કંપનીના કપડા સારા મળે છે અને બજારમાં નવી ફેશન ચાલતી હોય તો તે પ્રમાણે કપડા મળતા હોય છે અને સુરતમાં નવી ફેશન આવતા બે થી ત્રણ મહીના લાગી જાય છે જેના કારણે આઉટડેટેડ કપડા મળતા હોય છે. હુ ફેશન ડીઝાઇનર પણ છુ એટલે માર્કેટમાં જે ટ્રેન્ડ ચાલતો હોય તેવા કપડાની ચોઇસ હોય છે.

Most Popular

To Top