Business

ફ્રેન્ડ્સ સંગ PAJAMA PARTYનો રંગ

1,461 Pajama Party Stock Illustrations, Cliparts and Royalty Free Pajama  Party Vectors

પાર્ટી નાના હોય કે મોટા કોને ના ગમે? આજકાલ મેલ હોય કે ફિમેલ હોય દરેક પોતાની જિંદગીને એકદમ મજજેથી જીવવા માંગે છે અને કેમ ના હોય ભાઈ ‘જિંદગી ના મિલેગી દોબારા’… મનભરીને જીવી લ્યો!!!!.. અને મનભરીને જીવવામાં સુરતીઓ ક્યાં કોઈ કચાસ મૂકે છે? આજકાલ તો લેડિઝ કે જેન્ટ્સ એકલા આઉટિંગ માટે પણ જાય છે અને સિટીમાંને સિટીમાં એકબીજાના ઘરે નાઈટઆઉટ પણ કરે છે. આ ‘પજામા પાર્ટી’નો ટ્રેન્ડ ના માત્ર પુરુષ કે મહિલાઓના ગ્રૂપમાં જ પણ ટીનેજ અને બાળકોમાં જ ખાસ ક્રેઝ વધતો જઈ રહ્યો છે. ના માત્ર પજામા પાર્ટી પણ તેને પણ હટકે બનાવવા માટે આજકાલ થીમ બેઝ્ડ પજામા પાર્ટીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે ચાલો જોઈએ આજકાલ સિટીમાં સુરતીઓ કેવી કેવી થીમ બેઝ્ડ પજામા પાર્ટી કરી રહ્યાં છે?

કેવી રીતે થાય છે પજામા પાર્ટી ?

પજામા પાર્ટી નામ પરથી જ આઇડિયા આવી જાય કે જ્યારે નાઇટ આઉટસ માટે ફ્રેન્ડ્સ એકઠા થતા હોય છે. હાલ ના માત્ર મોટાઓમાં પણ બાળકોમાં પણ દિવસેને દિવસે નાઉટ આઉટનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ખાસ કરીને આ પજામા પાર્ટીમાં ફ્રેન્ડ્સને આખી રાત્રીનો સમય મળે છે એકબીજા સાથે વિતાવવાનો. જેમાં ફ્રેન્ડ્સ પોતાની મરજીથી મન ભરીને વાતો કરે, ગેમ્સ રમે, કૂકિંગ કરે, મોજ મજાની સાથે સવાર સુધી તમે ફ્રેન્ડ્સ સાથે સમય વિતાવી શકો. અને એમાય હાલ હવે પાર્ટીઝને યાદગાર બનાવવા થીમ બેઝ્ડ પજામા પાર્ટીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

કરાઓકે સિંગિંગ અને મૂવીની બિંજ વોચિંગ પાર્ટીની મજા માણી: ડો. દેવાંગ ગાંધી

ડો. દેવાંગ ગાંધી જણાવે છે કે, ‘મારા ચાર ફ્રેન્ડ્સનું ગ્રૂપ છે. અમને ચારેયને મ્યુઝિકનો ખુબ જ શોખ છે. કોઈને ઇન્સ્ટુમેન્ટ વગાડવું ગમે તો કોઈને ગાવાનું ગમે. આથી દિવસે જો અમે ગૃપમાં ભેગા થઈએ તો મન ભરીને મ્યુઝિકનો આનંદ માણી શકતા નથી. આમ તો અમારા ગ્રૂપની મહિનામાં બે વાર પજામા પાર્ટી ગોઠવાતી જ હોય છે. તો અમે આ વખતે વિચાર્યું કે કરાઓકે થીમ બેઝ્ડ પજામા પાર્ટી ગોઠવીએ. જેથી કરીને આખી નાઈટનો સમય મળે. અમે એક ફ્રેન્ડના ફાર્મ હાઉસ પર ભેગા થયા અને ત્યાં કરાઓકે સિંગિંગ અને મૂવીની બિંજ વોચિંગની મજા માણી અને સાથે વાતો અને ફૂડ તો હોય જ હોય. બધા જ પોતાના મૂડ મુજબના સોંગ એક પછી એક ગાતા ગયા આમ અમારા શોખ મુજબની પજામા પાર્ટી એન્જોય કરવાની ખૂબ મજા પડી.’’

અમે ઇન્ડોર ગેમ્સ થીમ સાથે ચીલ આઉટ પાર્ટી કરી હતી : કૃતિકા શાહ

કૃતિકા શાહ આર્કિટેક અને પ્રોફેસર છે. કૃતિકા શાહ જણાવે છે કે, ‘‘આમ તો અમારા ગૃપ દ્વારા અવાર નવાર કિટ્ટી પાર્ટી થતી જ રહે છે પણ આ પજામા પાર્ટીમાં એક મોકો મળે છે આખી નાઈટ ફ્રેન્ડ્સ સાથે વિતાવવાનો. આથી અમારા ગ્રૂપ દ્વારા વર્ષમાં બે કે ત્રણ પજામા પાર્ટી તો થાય જ થાય. જેમાં અમે સાથે બેસીને ડિનર કરીએ, લેડિઝ હોય એટલે ગોસીપ તો થાય જ અને એકદમ મજા-મસ્તી કરીને સવારે પોતપોતાના કામે લાગી જઈએ. આવી જનરલ ચા કોફી અને ગોસીપની તો પાર્ટી થતી જ હોય પણ અમે આ વખતે ઇન્ડોર ગેમ્સ થીમ સાથે ચીલ આઉટ પાર્ટી કરી હતી. અને સૌએ સાથે બાળપણની જૂની ઈન્ડોર ગેમ્સ રમીને પોતાના જૂના દિવસો યાદ કર્યા.’’ ફ્રેન્ડસને મળીને તો ફ્રેશ થઇ જ જવાય ને અને તે પણ આખી રાત!

યૂથ પજામા પાર્ટીમાં ખાસ કસ્ટમાઇઝ્ડ નાઈટ વેર કરાવે છે : પ્રેક્ષા જૈન (ઇવેન્ટ ઓર્ગેનાઇઝર)

પેક્ષા જૈન જણાવે છે કે, ‘‘આજકાલ નાના બાળકોથી માંડીને દરેક એજ ગૃપમાં પજામા પાર્ટીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. કેમ કે બીજી પાર્ટીમાં તમારે સ્પેશ્યલ ડ્રેસિંગ સાથે જવાનું હોય જ્યારે પજામા પાર્ટીમાં તમને એક કમફર્ટ ઝોન મળે છે. જેમાં ડ્રેસનું ટેન્શન જ રહેતું નથી. જો કે આજકાલ તો બધુ જ થીમ બેઝ્ડ બનતું જાય છે. આથી યૂથ ખાસ કસ્ટમાઇઝ્ડ નાઈટ વેર કરાવે છે. જેમાં કલર સેમ કરાવે યા તો પ્રિન્ટ સેમ રખાવે. કેમ કે સેમ ડ્રેસિંગની એક અલગ જ ઇફેક્ટ આવે છે. આ ઉપરાંત સ્પેશ્યલ પજામા પાર્ટીના પ્રોપ્સ, થીમ બેઝ્ડ ડેકોરેશન કે પછી સેલફી ઝોન પણ રાખે છે. અને એમની પસંદ અનુસાર મેનૂ બનતું હોય છે. આમ ડ્રેસથી માંડીને ફૂડ સુધીનું ઓર્ગેનાઇઝ કરવાનું હોય છે.’’

હેરી પોટર થીમ બેઝ્ડ પાર્ટીમાં બુક્સથી લઈને ડિશ પણ એ જ કેરેકટરની પસંદ કરી: માસુમી વાડેકર

માસુમી વાડેકર 9માં ધોરણમાં ભણે છે. માસુમી વાડેકર જણાવે છે કે, ‘‘દિવસે જો ફ્રેન્ડ્સ ભેગા થઈએ તો સ્કૂલ કે ટ્યુશન જવાનું કે હોમવર્કનું ટેન્શન હોય આથી અમુક ટાઈમ લિમિટમાં જ મળી શકીએ પણ નાઈટ આઉટમાં તો ના સ્કૂલનું ટેન્શન કે ના હોમ વર્કનું ટેન્શન. આખી રાત ફ્રેન્ડ્સ સાથે વિતાવવા મળે. આથી મારી બેસ્ટ ફ્રેન્ડ્સ સાથે કોઇની બર્થ ડે હોય કે પછી એક્ઝામ ઓવર થાય કે પછી રિઝલ્ટ સારું આવે એટલે અમે પજામા પાર્ટીનો પ્લાન બનાવીએ. મારી ફ્રેન્ડ્સ અને મને હેરી પોટરનું કેરેકટર ખૂબ જ પસંદ છે. આથી અમે હેરિપોટર થીમ બેઝ્ડ પજામાપાર્ટી કરવાનો પ્લાન બનાવ્યો. જેમાં કૂકિંગથી લઈને બુક્સ અને મૂવી પણ હેરી પોટરનું જ જોવાનું નક્કી કર્યું. હેરી પોટરની બુક્સ વાંચી અને એને જ લગતી કેક બનાવી.

અમે એડ્વાન્સમાં થર્ટી ફસ્ટના સેલિબ્રેશન માટે ડાન્સ થીમ પજામા પાર્ટી ગોઠવી : વિકી મોદી

વિકી મોદી હાઉસ વાઈફ છે. વિકી મોદી જણાવે છે કે, ‘‘મારા ફ્રેન્ડ્સ સર્કલની આમ તો વર્ષમાં બે વાર તો પજામા પાર્ટી થતી જ હોય છે. ખુબ જ મજા આવે નાઈટ આઉટમાં કેમ કે એક તો સમયની મર્યાદા રહેતી નથી. આખી રાત ફ્રેન્ડ્સ સાથે વાતો, ડાન્સ, ફૂડ એન્જોય કર્યા બાદ સવારે 6 વાગ્યે ઉપડી જઈએ આઉટિંગ પર અને ડુમસમાં ભજીયાની મજા લઈને પછી છૂટા પડીએ. થર્ટી ફસ્ટ નજીક આવી રહી છે. જો કે ત્યારે બધા ફેમિલી સાથે ફરવા જવાના પ્લાન કે બીજા અન્ય પ્રોગ્રામ હોય જ. આથી અમે એડ્વાન્સમાં થર્ટી ફસ્ટના સેલિબ્રેશન માટે પજામા પાર્ટી ગોઠવી હતી જેમાં અમે ખાસ ડાન્સ પજામા પાર્ટી ઉજવી હતી.’’

દરેક ફ્રેન્ડ્સને આઉટડોર સ્પોટ્સ અને પ્લે સ્ટેશન ખૂબ જ ગમે : ક્યાન દેસાઇ

કયાન દેસાઇ 8માં ધોરણમાં ભણે છે. કયાન દેસાઇ જણાવે છે કે, ‘’હું મારા ફ્રેન્ડ્સ દ્વારા આઉટડોર ગેમ્સ જેવી કે બોક્સ ક્રિકેટ, પકડામ પકડી, બેડમિન્ટન, બાસ્કેટ બોલ જેવી ગેમ્સ રમું છુ. કેમ કે મારા દરેક ફ્રેન્ડ્સને આઉટડોર સ્પોર્ટ્‌સ અને પ્લે સ્ટેશન ખૂબ જ ગમે છે પણ બને છે એવું કે દિવસે સ્કૂલ ટ્યુશનના ક્લાસીસના લીધે વધારે એક્સ્ટ્રા સમય સાથે રમી શકતા નથી આથી અમે આ વખતે વિચાર્યું કે આઉટડોર ગેમ્સ થીમ પર જ પજામા પાર્ટી કરીએ જેથી મન ભરીને જેટલું રમવું હોય એટલું રમી શકીએ અને ખરેખર બોક્સ ક્રિકેટ, વોલીબોલ અને પ્લે સ્ટેશનમાં ખૂબ જ મજા પડી ગઈ.’’

ફ્રેંડ્સ ઘરે જ ભેગા થઇએ તો જાતે જ નોનવેજ બનાવીએ : નેહલ ગાંધી

નેહલ ગાંધી બિઝ્નેસમેન છે. નેહલ ગાંધી જણાવે છે કે, ‘’અમારી અઠવાડિયામાં એકવાર તો પજામા પાર્ટી થતી જ હોય છે. જેમાં અમે બોક્સ ક્રિકેટ રમીએ, મુવી જોઇએ, મ્યુઝીક સાંભળીએ, જાતે કુકિંગ કરીએ. અમારું ૬ થી ૭ મેમ્બરનું ગ્રુપ છે જે વિકએન્ડ પર ખાસ નાઇટ આઉટ માટે ભેગા થઇએ. જો ફ્રેંડ્સ ઘરે જ ભેગા થઇએ તો જાતે જ નોન વેજ બનાવીએ. મને અને મારા ફ્રેંડ્સને બાર્બેક્યુ ખૂબ જ પસંદ છે આથી અમે  ગયા અઠવાડીયે બાર્બેક્યુ પજામા પાર્ટી રાખી હતી.’’

Most Popular

To Top