રાજકારણમાં મુખ્ય બે જ પક્ષ છે એક શાસક પક્ષ અને એક વિરોધ પક્ષ. વિરોધ પક્ષ હંમેશા શાસન કરતા પક્ષને સત્તા પરથી ઉખેડી કાઢવા માટે આદુ ખાઇને લાગેલો રહે છે. શાસનકર્તા પક્ષ સારું કાર્ય કરતો હોય તો તેની વિરોધ પક્ષે પ્રશંસા કરવી જોઇએ. શાસનકર્તા પક્ષે પણ વિરોધ પક્ષની વાત સાચી હોય તો તેને સ્વીકારવી જોઇએ. રાજકારણીઓમાં મતભેદ હોય પણ મનભેદ ન હોવા જોઇએ. બંનેએ ભેગા મળી પ્રજાની સેવા કરવી જોઇએ. જે પક્ષ વધુ સેવા કરશે તેને પ્રજા વરમાળા પહેરાવશે. પ્રજાની સેવા કરવા માટે સ્પર્ધા થવી જોઇએ.
નવસારી – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
શું વિરોધ પક્ષે હંમેશા વિરોધ જ કરવાનો?
By
Posted on