વડોદરા: વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્માર્ટ સિટી બોર્ડ ની 25 મી બોર્ડ ઓફ ડાયરેકટર બેઠક મળી હતી. જેમાં છેલ્લા ચાર વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં તેના કારણે સ્માર્ટ સિટીના રેન્કિંગ તકલીફ પડતાં સ્માર્ટ સિટીના પ્રોજેક્ટમાંથી સહકાર નગર અને સંજયનગર ડ્રોપ આઉટ કરવામાં આવ્યા. ગુજરાત મિત્રના અહેવાલ બાદ વાઈફાઈ પોલનું અધૂરું કામ વહેલીતકે પૂરૂ થાય તે માટે સૂચના પણ આપવામાં આવી હતી.
વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે ગુરૂવારના રોજ સ્માર્ટ સિટી બોર્ડની 25મી બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક મળી હતી. જેમાં સ્માર્ટ સીટી કંપનીના ચેરમેન તરીકે શાલિની અગ્રવાલ, સીઈઓ તરીકે ડો.સુધીર પટેલ, ડાયરેકટર શૈલેષ મિસ્ત્રી, ડો હિતેન્દ્ર પટેલ, આઈટી ડિપાર્ટમેન્ટ સ્ટ્રીટ લાઈટ અને લાઈટ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ૧૬ કામોને મંજૂરી આપવામાં આવી હતી. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સહકાર નગર અને સંજય નગર જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવે મળતીયા બિલ્ડરોને ફાયદો કરાવવા માટે સ્થાનિકોને ઘરથી બેઘર કરી નાખ્યાં હતા.
ચાર વર્ષથી વધુ સમય થઇ ગયો હોવા છતાં પણ કામગીરી શરૂ કરવામાં આવી નથી. તેને લઈને સ્માર્ટ સિટીના રેન્કિંગમાં વડોદરા પાછળ ધકેલાતા સ્માર્ટ સિટી બોર્ડ મિટિંગમાં સહકાર નગર અને સંજય નગર ડ્રોપ આઉટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મિટિંગમાં બીજા અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં જૂનો વિસ્તારમાં અકોટા સયાજીબાગ અને વડીવાડી પાણીની સ્કાડા સિસ્ટમ.200 નંગ કોમ્પ્યુટર લેવાની મંજૂરી અલકાપુરી બેક ઓફ બરોડા પાસે મલ્ટી લેવલ પાકિંગ માટે ટેન્ડરની મજુરીનો સમાવેશ થાય છે.
અંડરગ્રાઉન્ડ ડસ્ટબીનનો એક પાયલોટ પ્રોજેક્ટ 5 કરોડના ખર્ચે શરૂ કરાશે
સ્માર્ટ સીટી કંપની ના સીઈઓ ડો સુધીર પટેલે જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી મહત્વના પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા. જેમાં સહકાર નગર અને સંજયનગર પીપીપી પ્રોજેક્ટ હતા. છેલ્લા ચાર વર્ષથી આ પ્રોજેક્ટ ચાલુ કરી શક્યા નથી. જેના કારણે ફિઝિકલી અને ફાઈનાન્સ રિપોર્ટ બતાવી શક્યા નથી. જેના કારણે સ્માર્ટ સિટી રેન્કિંગમાં વડોદરા પાછળ ધકેલાતો હતું. સ્માર્ટ સિટી મિશન જૂન 2023માં પૂરું થાય છે. અને તે પહેલા આ પ્રોજેક્ટ પુરા થવાની કોઈ પણ પ્રકારની શક્યતા ના હોવાના કારણે તેની અસર રેન્કિંગ માં પડતાં તેને ડ્રોપ આઉટ કરવામાં આવ્યો છે. જોકે અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન નો એક પાયલોટ પ્રોજેક્ટ પાંચ કરોડના ખર્ચે શરૂ કરવામાં આવશે.