National

PM નરેન્દ્ર મોદીને મળશે ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન, મુશ્કેલ સમયના સાથી ગણાવ્યા

નવી દિલ્હી: ભૂટાન (Bhutan) સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PMModi) ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર (highest civilian honor) નાગદાગ પેલજી ખોર્લો એનાયત કરવાનો નિર્ણય લીધો છે. આ જાણકારી ભૂટાનના પીએમ લોટે શેરિંગે આપી છે. શેરિંગે કહ્યું છે કે પીએમ મોદીએ વર્ષોથી બિનશરતી મિત્રતા નિભાવી છે. કોરોના વાયરસના (Corona virus) રોગચાળા દરમિયાન ખૂબ મદદ કરી છે. શેરિંગે કહ્યું કે તેમણે પીએમ મોદીને આધ્યાત્મિક વ્યક્તિ તરીકે જોયા છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને ભૂટાન વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો રહ્યા છે. ભારત ભૂટાનનું સૌથી મોટું વેપાર અને વિકાસ ભાગીદાર બનવાનું ચાલુ રાખે છે અને તેણે દેશના ઘણા વિકાસ પ્રોજેક્ટ્સને સમર્થન આપ્યું છે. આમાંથી 1020 મેગાવોટ તાલા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, પારો એરપોર્ટ અને ભૂટાન બ્રોડકાસ્ટિંગ સ્ટેશન વગેરે અગ્રણી છે.

આ સાથે, ભારત ભૂટાનનો અગ્રણી વેપાર ભાગીદાર પણ છે, જેમાં બંને દેશો વચ્ચે મુક્ત વેપાર વ્યવસ્થા અસ્તિત્વમાં છે. ભારતે કોરોના સમયગાળા દરમિયાન ભૂટાનને શક્ય તમામ મદદ કરી છે. ભૂટાનને કોવિડની અનેક લાખ રસીઓ મફતમાં આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે 2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પોતાની પ્રથમ વિદેશ યાત્રા ભૂટાનની મુલાકાત લીધી હતી. 2019માં વડાપ્રધાન બન્યા બાદ પણ મોદીએ ઓગસ્ટ મહિનામાં ભૂટાનની મુલાકાત લીધી હતી. ભારત અને ભૂટાન વચ્ચેના સંબંધો તાજેતરના વર્ષોમાં સતત મજબૂત થયા છે. જાણકારોનું માનવું છે કે આ કારણોને લીધે પીએમ મોદીને ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Most Popular

To Top