Dakshin Gujarat Main

કાંકરિયા ધર્માંતરણ પ્રકરણમાં વધુ 6 આરોપીની ધરપકડ : 14 દિ’ રિમાન્ડ

ભરૂચ:  મહિના પહેલા આમોદના કાંકરિયા ગામના ગરીબ પરિવારોને લોભ લાલચ આપી ૩૭ કુટુંબના મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હોવાના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે અગાઉ 4 જણાની ધરપકડ થયા બાદ પોલીસે વધુ  ૬ આરોપીઓની ધરપકડ કરીને ૧૪ દિવસના રિમાન્ડ કોર્ટમાંથી મેળવ્યા હતા.પોલીસે તપાસમાં તમામ આરોપીઓ સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ ક, ૪-ગ તેમજ આઈ.ટી એક્ટ ૨૦૦૦ની કલમ ૮૪-સીનો ઉમેરો કરવામાં આવ્યો છે.

આમોદના કાંકરિયા ગામના તદ્દન ગરીબ ૩૭ આદિવાસી પરિવારોના લોકોને જર, જમીન અને જોરૂ આપવાની લાલચે મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવાયા હોવાની સ્ફોટક બનાવ એક જાગૃત નાગરિકે મહિના પહેલા 9 સામે ફરિયાદ નોંધાયો હતો. જેમાં પોલીસે મૂળ હિન્દુ હોવા છતાં લોભ લાલચમાં મુસ્લિમ ધર્મ અપનાવનારા અગાઉ ચાર આરોપીની ધરપકડ કરીને હાલમાં જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. સમગ્ર ગુનામાં તપાસ દરમિયાન વધુ ૬ આરોપીના નામ બહાર આવતા તમામની ધરપકડ કરાઈ હતી.

જેમાં ૧) યાકુબ ઈબ્રાહીમ શંકર રહે-પાંજરાપોળ ઓફીસની પાસે માલીનો ટેકરો સમી,તા-સમી,જિ-પાટણ, ૨) રીઝવાન મહેબુબ પટેલ રહે-ધનજીશા જીન પાલેજ,જિ-ભરૂચ,૩)ઠાકોર ગીરધરભાઈ વસાવા રહે-પુરસા, નવીનગરીની સામે સિફા રેસીડન્સી,તા-આમોદ, જિ-ભરૂચ,૪)સાજીદ અહમદ પટેલ રહે-અમીજીસ્ટ્રીટ આછોદ, તા-આમોદ,જિ –ભરૂચ,૫)યુસુફ વળી હસન પટેલ રહે-બચ્ચો કા ઘર ચાર રસ્તા,તા-આમોદ,જિ-ભરૂચ, અને ૬)ઐયુબ બસીરભાઈ પટેલ રહે-૧૦,નુરાની સોસાયટી,જંબુસર એસ.ટી ડેપો કવિ રીંગરોડ,જિ-ભરૂચની ધરપકડ કરીને કોર્ટમાંથી ૧૪ દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા હતા.

    પોલીસે તપાસ કરતા ડીવાયએસપી ભોજાણીએ જણાવ્યું હતું કે યાકુબ ઈબ્રાહીમ શંકર અને પાલેજના રીઝવાન પટેલે અંદાજે રૂ.૧૪ લાખની માતબર રકમ કાંકરિયા ગામે ઈબાદત ગાહ બનાવવા માટે લોભ-લાલચથી ધર્માંતરણ પામેલા નાગરીકોને રોકડા આપ્યા હતા.પુરસા ગામનો ઠાકોરભાઈ ગીરધરભાઈ વસાવા આશરે ૧૮થી ૨૦ વર્ષ પહેલા સૌથી પહેલા મુસ્લિમ ધર્મનો અંગીકાર કર્યો હતો.ઠાકોર વસાવાએ આર્થિક રીતે ગરીબ હોવાથી લોભ,લાલચ અને પ્રલોભનના પ્રભાવે આખરે ભરૂચ જિલ્લા કલેકટરની પરવાનગી વગર મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો.ઠાકોર વસાવાએ કાંકરીયામાં ગેરકાયદે ધર્માંતરણ મુદ્દે હિન્દુ પરિવારને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવડાવવામાં મુખ્ય ભૂમિકા અપનાવી હતી.સાજીદભાઈ અહમદભાઈ પટેલ તેમજ યુસુફ વલી હસન પટેલ આછોદ ગામના બૈતુલમાલટ્રસ્ટના હોદ્દેદારો છે.

બરોડા ડીસીબી પોલીસે આરોપી સલાઉદ્દીન શેખના આફ્મી ચેરીટેબલ ટ્રસ્ટ પાસેથી અંદાજે રૂ.૩,૭૧,૦૦૦/- જેટલી રકમ મેળવીને ટ્રસ્ટમાં ભળતા માણસોના નામે બનાવટી રસીદો બનાવીને રૂ.૧૦૦/-,રૂ.૨૦૦/-,રૂ.૫૦૦/- કે  રૂ.૧૦૦૦/- જેવી નાની-નાની રકમોની વહેચણી કરી ખોટી રીતે દર્શાવીને ધર્માંતરણની પ્રવૃત્તિ આદરી હતી.તેમજ આરોપી ઐયુબ બસીરભાઈ પટેલ જંબુસરની મહમ્મદી મસ્જીદના કર્તાહર્તા છે.કાંકરિયા ધર્માંતરણ કરનારા આર્થિક સહાય,જીવન જરૂરિયાતની વસ્તુઓ મળીને લોભ-લાલચ,પ્રલોભન આપીને મસ્જીદમાં નમાજ પઢવા માટે મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારા નાગરિકોને બોલાવતા હતા.

તેમજ મસ્જીદમાં મૌલવીઓ દ્વારા હિન્દુ ધર્મમાં નફરત પેદા થાય તેવું ભાષણ કરતા હતા.પોલીસે તમામ આરોપીઓ સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ ક,૪-ગ સહીતની કલમો ઉમેરવામાં આવી હતી.અને આરોપીઓએ આશરે ફંડ રૂ.૧૪ લાખ રકમમાંથી રૂ.૭ લાખ જેટલી રીઝવાને બહેરીન(વિદેશ) ખાતેથી ઈસ્માઈલ નામના ઇસમે બેન્ક ટુ બેન્ક રકમ મેળવી હતી. તેમજ અન્ય રકમ મુસ્લિમ સંપ્રદાયના નાગરીકો પાસેથી જકાતના ભાગે મેળવેલી હતી.

Most Popular

To Top